Sat. Dec 21st, 2024

ભારતીય ક્રિકટના ઑફ-સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિન કોરોનાની ચપેટમાં

ઈંગ્લેન્ડ જઈ રહેલી ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી પર કોવિડ-19 મહામારીનો હુમલો થયો છે. ભારતીય ક્રિકટના ઑફ-સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિન કોરોનાની ચપેટમાં આવી ગયા છે.જેના કારણે તે તેના સાથી ખેલાડીઓ સાથે યુનાઇટેડ કિંગડમ માટે રવાના થઈ શક્યો નથી.

તેને ‘પાંચમી ટેસ્ટ’માં ભાગ લેવામાં પણ મુશ્કેલી પડી શકે છે. અશ્વિન હાલમાં ક્વોરેન્ટાઇનમાં છે અને પ્રોટોકોલની તમામ આવશ્યકતાઓને પૂર્ણ કર્યા પછી જ તે ટીમમાં જોડાશે. ભારતીય ટીમ 16 જૂને યુકે જવા રવાના થઈ હતી.

BCCIના સૂત્રોએ કહ્યું, ‘અશ્વિન ટીમ સાથે યુકે ગયો નથી કારણ કે તે જતા પહેલા કોવિડ 19 ટેસ્ટમાં પોઝિટિવ આવ્યો હતો. અમને આશા છે કે 1 જુલાઈથી શરૂ થનારી ટેસ્ટ મેચ પહેલા તે સમયસર સ્વસ્થ થઈ જશે.”જો કે, તે લિસેસ્ટરશાયર સામેની પ્રેક્ટિસ મેચ ચૂકી શકે છે,” સૂત્રએ જણાવ્યું હતું. બાકીની ટીમ પહેલેથી જ લેસ્ટરમાં છે અને તેણે બોલિંગ કોચ પારસ મ્હામ્બરે અને બેટિંગ કોચ વિક્રમ રાઠોરની દેખરેખ હેઠળ તાલીમ શરૂ કરી છે. રાહુલ દ્રવિડ, ઋષભ પંત અને શ્રેયસ અય્યર દક્ષિણ આફ્રિકા સામેની ટી20 મેચ પૂરી કરીને લંડન પહોંચી ગયા છે અને મંગળવારે લેસ્ટર જશે.

Related Post

Verified by MonsterInsights