કચ્છમાં ભુજ ના હૃદય સમાન અને ભરચક કહી શકાય તેવા હમિરસર તળાવ નજીક આવેલા ગાંધીજીની પ્રતિમાને ફરી આવારા તત્વોએ નિશાન બનાવી છે. આજે સવારે જાગૃત લોકોના ધ્યાને આવ્યુ હતુ કે ગાંધીજી ની પ્રતિમાને કોઇ ટોપી પહેરાવી ગયુ હતુ અને છાતી તથા પેટના ભાગે કાળા કલર સાથે પાપા લખીએ કોઇએ મજાક ઉડાવી હતી. પાલિકાના ધ્યાને આ વાત આવતા પાલિકાની ટીમ તાત્કાલીક પહોચી આવી હતી અને ગાંધી પ્રતિમાની સફાઇનુ કાર્ય કર્યુ હતુ તો પોલિસે પણ પાલિકાની મૌખીક ફરીયાદના આધારે નજીકમાં જ લાગેલ નેત્રમ CCTVના આધારે તપાસ આંરભી હતી.
ઘટનાને લઇને શહેરીજનોમાં રોષ જોવા મળ્યો હતો. કેમ કે આવું પ્રથમવાર નથી થયું. અગાઉ પણ ગાંધીજીની પ્રતિમાને ખંડીત કરવા સહિત અસામાજીક તત્વોએ તેની સાથે ચેડા કર્યાના બનાવો બની ચુક્યા છે. અવારનવાર રાષ્ટ્રપિતાની પ્રતિમાની આવી સ્થિતી સામે નક્કર આયોજનની માંગ કરાઇ હતી. કોંગ્રેસે નગરપાલિકા સમક્ષ રાષ્ટ્રપિતાની પ્રતિમાને યોગ્ય સન્માન મળવુ જોઇએ તેવી માંગ કરી હતી.
અહેવાલ: પંકજ જોષી કચ્છ