મહારાષ્ટ્ર : કોરોનાના કહેર વચ્ચે બહારથી આવતા મુસાફરોને લઈને મહારાષ્ટ્ર સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. હવે તમામ મુસાફરોએ મહારાષ્ટ્રમાં પ્રવેશ મેળવવા માટે કોરોના રસીના બંને ડોઝ લીધેલા હોવું જરૂરી રહેશે. આ પુરાવા તરીકે રસીકરણ પ્રમાણપત્ર સાથે હોવું આવશ્યક છે. વધુમાં જો રસી લેવામાં આવી ન હોય તો નેગેટિવ RT-PCR રિપોર્ટ બતાવવો જરૂરી છે.
મહારાષ્ટ્ર સરકારનો મહત્વનો નિર્ણય
રાજ્યમાં પ્રવેશ માટે રસીના બંને ડોઝ જરૂરી છે
જો RTPCR રિપોર્ટ ન હોય તો 14 દિવસનું ક્વોરેન્ટાઇન ફરજિયાત
બંનેમાંથી એક પણ વસ્તુ ના હોવા પર મુસાફરોને 14 દિવસ માટે ક્વારેન્ટાઈન થવું પડશે. નવા આદેશ મુજબ, મુસાફરોએ રસીના બંને ડોઝ લીધા હોવા જોઈએ, પરંતુ તે પણ ફરજિયાત છે કે રસીનો બીજો ડોઝ લીધા પછી 14 દિવસ વીતી ગયા હોવાનું ફરજિયાત છે. પરંતુ કોરોનાનો નેગેટિવ RT-PCR રિપોર્ટ પણ 72 કલાક જૂનો હોવો જોઈએ.