Sun. Sep 8th, 2024

મહિલાઓ વિનાનું ગામ જ્યાં આજે પણ થાય છે “પાંડવવિવાહ” , પાંચ યુવાન સાથે કરાવાયા એક જ યુવતીના લગ્ન

એક ગામમાં છોકરીઓની ભારે અછત હતી. ત્યાં લગ્ન કરવા માટે છોકરી મળવી મુશ્કેલ બની ગઈ હતી. એવામાં એક પિતાએ એક ગરીબ છોકરીના માતા-પિતાને પૈસા આપીને છોકરીના લગ્ન પોતાના પાંચ દીકરાઓ સાથે કરાવી દીધા. આ સ્ટોરી છે 2003માં આવેલી ફિલ્મ ‘માતૃભૂમિઃ અ નેશન વિધાઉટ વુમન’ની છે. મનીષ ઝા દ્વારા લખવામાં આવેલી આ એક ટ્રેજેડી ફિલ્મ છે. ફિલ્મ કન્યા ભ્રૂણ હત્યા પર આધારિત છે. તેમા બતાવવામાં આવ્યું છે કે, કન્યા ભ્રૂણ હત્યા બાદ કઈ રીતે સમાજનું સંતુલન બગડી ગયું.

આ એક એવોર્ડ વિનિંગ ફિલ્મ છે. ફિલ્મમાં બિહારના એક ગામને બતાવવામાં આવ્યું છે. એક ગામનું કપલ જેની પત્નીની ડિલિવરી થવાની છે અને તે દીકરાની આશા કરી રહ્યા છે. નિરાશ પરિવાર બાળકીનો જન્મ થતા જ તેને દૂધની ડોલમાં ડૂબાડી દે છે. ઘણા વર્ષો બાદ અહીં છોકરીઓની અછત થઈ જાય છે. ગામમાં વૃદ્ધ મહિલાઓ પણ નથી બચતી. આક્રામક યુવક લગ્ન કરવા માગે છે. તેમને કોઈ પણ કિંમત પર પત્ની જોઈએ, તેને માટે માનવ તસ્કરી માટે પણ તૈયાર છે.

રામચરણ (સુધીર પાંડે) ગામનો ધનવાન વ્યક્તિ છે અને પાંચ યુવાન દીકરાઓનો પિતા છે. તેમને કલ્કિ (ટ્યૂલિપ જોશી) નામની એક એકલી છોકરી વિશે જાણકારી મળે છે, જે ગામથી થોડે દૂર રહે છે અને તેને તેના પિતા પાસેથી ખરીદે છે અને તમામ પાંચેય દીકરાઓ સાથે એકસાથે લગ્ન કરાવી દે છે. બધા જ તેની સાથે ખોટો વ્યવહાર કરે છે, માત્ર સૌથી નાના સૂરજ (સુશાંત સિંહ)નો વ્યવહાર તેની સાથે સારો છે.

કલ્કિ સૂરજને વધુ મહત્ત્વ આપવા માંડે છે, એવામાં ઈર્ષ્યાળુ ભાઈ તેને મારી નાંખે છે. કલ્કિ ત્યાંથી ભાગવા માગે છે, પરંતુ તેના પિતા પણ તેને મદદ કરવાની ના પાડી દે છે. તેની ખરાબ થતી હાલતને જોતા ઘરનો એક નોકર તેને ભાગવામાં મદદ કરે છે. પરંતુ, ત્યારે જ તમામ ભાઈ મળીને નિર્દયાપૂર્વક તેની હત્યા કરી નાંખે છે. કલ્કિને એક ગૌશાળામાં એક ચેનથી બાંધી દેવામાં આવે છે. હવે તે બદલાની મોહરા બની જાય છે. ગામની નીચલી જાતિના લોકો નોકરની હત્યા માટે તેને જવાબદાર ગણાવે છે અને ગેંગરેપ દ્વારા બદલો લેવાનો નિર્ણય કરે છે. કલ્કિને તેના પતિઓ પાસે પાછી મોકલી દેવામાં આવે છે.

કલ્કિ હવે પ્રેગ્નેન્ટ છે. બધા જ ખુબ જ ખુશ છે. આ સમાચાર ફેલાતા જ બધા પુરુષો આ ન જન્મેલા બાળકના પિતા હોવાનો દાવો કરે છે. ગામમાં હિંસા ફેલાઈ જાય છે. કલ્કિ અને તેના બાળક પર અધિકાર જમાવવા માટે ગામના પુરુષ એકબીજાને મારી નાંખે છે. દરમિયાન, કલ્કિ લેબરમાં જતી રહે છે. ફિલ્મ એક હિંસક છતા આશાવાદી નોટ પર પૂરી થાય છે, કારણ કે તે એક બાળકીને જન્મ આપે છે.

નિર્દેશક મનીષ ઝા તો આ ફિલ્મનો વિચાર ગુજરાતના એક એવા ગામમાંથી વાંચીને આવ્યા, જેમા મહિલાઓ નહોતી. બાદમાં તેમણે આ વિષય પર ખૂબ જ રિસર્ચ કરીને ફિલ્મ બનાવી હતી.

Related Post

Verified by MonsterInsights