અમરાઇવાડીમાં રહેતા યુવકને મારા જન્મ દિવસે કેમ આવ્યો નહી તેમ કહીને બે શખ્સોએ ચાકુથી જીવલેણ હુમલો કર્યો હતો, ગંભીર રીતે ઘાયલ યુવકને સારવાર માટે સિવિલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ ઘટના અંગે અમરાઇવાડી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
યુવકને માર મારી ધમકી આપી કે તું પોલીસ ફરિયાદ કરીશ તો પાનનો ગલ્લો સળગાવી દઇશું
આ કેસની વિગત એવી છે કે અમરાઇવાડીમાં સત્યમનગર શાક માર્કટ પાસે પતરાવાળી ચાલીમાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા રીયું ચન્દ્રભાનસિંહ રાજપૂત (ઉ.વ.૩૪)એ વસ્ત્રાલ વિસ્તારમાં સુરેલિયા પાસે અમરનાથ ટેનામેન્ટમાં રહેતા હની રાજેશકુમાર રાજપૂત અને વસ્ત્રાલમાં આર.ટી.ઓ. રોડ ઉપર તિલકનગરમાં રહેતા મનીષ રાકુમાર ગોસ્વામી સામે ફરિયાદ નોંધાવી છે કે યુવ તા. ૨૬ના રોજ રાતે ચાલીના નાકે મિત્રો સાથે ઉભો હતો.
આ સમયે બન્ને આરોપીઓ આવ્યા હતા અને મનીષે આવીને કહ્યું કે મારા જન્મ દિવસની ઉજવણીમાં કેમ આવ્યો ન હતો તેમ કહેતા યુવકે તમારા જેવા અસામાજિક પ્રવૃત્તિ વાળા વ્યકિત સાથે હું કોઇ સબંધ રાખવા માંગતો નથી જેથી હું તારા જન્મ દિવસની પાર્ટીમાં આવ્યોે ન હતો તેમ કહેતા આરોપી ઉશ્કેરાઇ ગયો હતો અને ગાળો બોલવા લાગ્યો હતો, ગાળો બોલવાની ના પાડતા આરોપીઓએ યુવકને માર માર્યો હતો અને ચાકુથી હુમલો કર્યો હતો અને જતાં જતા ધમકી આપી હતી કે જો તું અમારા વિરુધ્ધમાં પોલીસ ફરિયાદ કરીશ તો જાનથી મારી નાંખીશુ અને તાર ભાઇનો પાનનો ગલ્લો ગળગાવી દઇશું. ગંભીર રીતે ઘાયલ યુવકને સારવાર માટે સિવિલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ બનાવ અંગે અમરાઇવાડી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.