Fri. Nov 22nd, 2024

મારી બ્રાની સાઈઝ ભગવાન લઈ રહ્યા છે, નિવેદન પર શ્વેતા તિવારીએ માફી માગી કહ્યું…

instagram.com/shweta.tiwari/

ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી ભગવાન પર આપેલા પોતાના વિવાદિત નિવેદનના કારણે ચર્ચામાં છે. પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે એક્ટ્રેસ વિરુદ્ધ પોલીસ કેસ કરવામાં આવ્યો છે. અપકમિંગ વેબ સીરિઝના લોન્ચ ઈવેન્ટમાં શ્વેતાએ કહ્યું હતું- મારી બ્રાની સાઈઝ ભગવાન લઈ રહ્યા છે. તેનું આ નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. વિવાદ વધતો જોઈ એક્ટ્રેસે પોતાનો પક્ષ રજૂ કરતા ઓફિશિયલ નિવેદન જાહેર કર્યુ છે. જેમા તેણે માફી માગી છે. શ્વેતાએ કહ્યું કે, તેનો કોઈની પણ ધાર્મિક લાગણીને દુભાવવાનો ઈરાદો નહોતો. શ્વેતાએ પોતાના નિવેદન બદલ માફી માગી છે. એક્ટ્રેસનું કહેવુ છે કે, તેના નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું. વાતોને તોડી-મરોડીને રજૂ કરવામાં આવી રહી છે. તે પોતે ભગવાનમાં ખૂબ જ વિશ્વાસ ધરાવે છે. આવુ તે ક્યારેય ના કરી શકે.

શ્વેતા તિવારીએ પોતાના નિવેદનમાં લખ્યું- મને જાણવા મળ્યું કે મારા કલીગના અગાઉના રોલને ધ્યાનમાં રાખીને આપવામાં આવેલા મારા એક નિવેદનને ખોટી રીતે લેવામાં આવી રહ્યું છે. જ્યારે તેને સંદર્ભમાં રાખીને જોવામાં આવશે તો કોઈપણ સમજી જશે કે ભગવાનના રેફરન્સમાં આપવામાં આવેલું નિવેદન સૌરભ જૈનના પોપ્યુલર દેવતાના રોલના કોન્ટેક્સ્ટમાં હતું. લોકો કેરેક્ટરોના નામોને એક્ટર્સ સાથે જોડે છે. આથી, મેં મીડિયા સાથે પોતાની વાતચીતમાં તેને ઉદાહરણ તરીકે કહ્યું હતું.

જોકે, આ નિવેદનને સંપૂર્ણરીતે ખોટું સમજવામાં આવ્યું છે, જેને જોઈને દુઃખ થાય છે. એક એવા વ્યક્તિ તરીકે જેને પોતાને ભગવાન પર ખૂબ જ વિશ્વાસ છે, હું જાણતા કે અજાણતા આવી કોઈપણ વાત નહીં કરીશ કે કહીશ જેને કારણે લોકોની ભાવનાઓ દુભાય. જોકે, મને સમજાયુ કે આ નિવેદનને સંદર્ભ વિના સાંભળવાના કારણે લોકોની લાગણીઓ દુભાઈ હશે. પ્લીઝ, મારા પર વિશ્વાસ કરો, કોઈને દુઃખ પહોંચાડવાનો મારો કોઈ ઈરાદો નથી રહ્યો. આથી, હું મારા નિવેદનથી અજાણતામાં જેમને પણ દુઃખ પહોંચ્યુ છે તેમની પાસે વિનમ્રતાપૂર્વક માફી માગુ છું.

શ્વેતા તિવારીએ પોતાના આ નિવેદનના કારણે લોકોની ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. શ્વેતા વિરુદ્ધ ભોપાલમાં પોલીસ કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેમજ, મધ્ય પ્રદેશના ગૃહમંત્રીએ એક્ટ્રેસ વિરુદ્ધ એક્શન લેવાની વાત કહી છે. હવે જોવાનું રહેશે કે શ્વેતાના માફી માગ્યા બાદ મામલો શાંત થાય છે કે નહીં.

Related Post

Verified by MonsterInsights