Tue. Dec 3rd, 2024

માહી વિજ અને તેની પુત્રીને જાનથી મારવાની મળી ધમકી

માહી વિજ અને જય ભાનુશાળી સાથે જોડાયેલા એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. માહીના ઘરના રસોઈયાએ તેને અને તેની પુત્રી તારાને મારી નાખવાની ધમકી આપી હતી.

આ મામલે દંપતી પોલીસમાં પણ ગયા હતા અને તેમના રસોઈયાને પણ જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો, પરંતુ હવે તેને છોડી દેવામાં આવ્યો છે, જેના કારણે આખો પરિવાર ભયમાં જીવી રહ્યો છે. આપને જણાવી દઈએ કે તાજેતરમાં જ માહીએ મુંબઈ પોલીસને ટેગ કરીને કેટલીક ટ્વિટ કર્યું હતું જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ પણ થઈ હતી.

જોકે, બાદમાં તેણે આ ટ્વિટ્સ ડિલીટ કરી દીધી હતી. આ ટ્વિટમાં તેણે કહ્યું હતું કે તેના ઘરમાં કામ કરતા કામચલાઉ રસોઈયાએ તેના પરિવારના સભ્યોને ખંજર વડે મારી નાખવાની ધમકી આપી હતી. આ જ મામલે તેણે તાજેતરમાં આપેલા ઈન્ટરવ્યુમાં વાત કરી હતી. માહી વિજે તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે કૂક માત્ર 3 દિવસથી ઘરમાં કામ કરતો હતો અને તેને ખબર પડી કે તે ચોરી કરી રહ્યો છે. આ અંગે મેં પતિ જય ભાનુશાલીને વાત કરી રસોઈને પૈસા આપવાનું કહ્યું પરંતુ તેઓ થોડા દિવસના પગારને બદલે આખા મહિનાનો પગાર માગી રહ્યા હતા. જ્યારે જયને આ વિશે પૂછવામાં આવ્યું તો તેણે ધમકી આપી અને કહેવાનું શરૂ કર્યું કે તે 200 બિહારીઓને લાવીને ઊભા કરી શકે છે. તે ખૂબ જ નશામાં હતો અને ગાળો પણ આપવા લાગ્યો હતો.

Related Post

Verified by MonsterInsights