Mon. Dec 23rd, 2024

મુખ્યમંત્રી મહિલા ઉકર્ષ યોજના / ગ્રામ્ય વિસ્તારમાં રોજગારી આપવા સરકાર દ્વારા રૂ. 4000 કરોડના વિકાસલક્ષી કામો શરૂ કરવાનું આયોજન

કોરોના મહામારી બાદ અનેક લોકો બેરોજગાર થયા છે. કોરોનામાં ગ્રામ્ય વિસ્તારમાં રોજગારીની લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. મુખ્યમંત્રી મહિલા ઉકર્ષ યોજના – શ્યામા પ્રસાદ મુખર્જી રૂબન યોજના થકી લોકોને રોજગારી અપાશે. આ વચ્ચે ગ્રામ્ય વિસ્તારમાં રોજગારી આપવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે.

રાજ્ય સરકાર દ્વારા રૂ. 4000 કરોડના વિકાસલક્ષી કામો શરૂ કરવાનું આયોજન કર્યું છે. તમામ યોજનાનું એકત્રીકરણ કરીને રૂ. 4000 કરોડ રોજગારી પાછળ ખર્ચવામાં આવશે.

ગ્રામ્ય વિકાસ મંત્રી આર.સી. ફળદુને આ અંગેની જવાબદારી સોંપવામાં આવી છે. મંત્રી આર. સી. ફળદુ યોજનાને લઈને ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં પ્રવાસ કર્યા બાદ મુખ્યમંત્રીને રીપોર્ટ સોંપશે.

પ્રધાનમંત્રી આવાસ યોજના થકી રોજગારી આપવાનું આયોજન થયું છે. મનરેગા હેઠળ રોજગારી આપવાનું આયોજન પણ છે. રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ રોજગારી આપવાનું આયોજન છે. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત રોજગારી આપવાનું આયોજન છે.

 

 

Related Post

Verified by MonsterInsights