ફતેપુરા તાલુકાના મોટા નટવા ગામે મહિલા સશક્તિકરણ કાર્યક્રમ યોજાયો હતો
ફતેપુરા મામલતદાર પી એન પરમાર તથા ફતેપુરા તાલુકા વિકાસ અધિકારી પી.એસ આમલીયારની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ યોજાયો હતો
આ કાર્યક્રમમાં મહિલાઓ એક જૂથ થઈ કામગીરી કરે અને પરિવાર અને સમાજમાં સહભાગી થાય અત્યાચારો સામે લડે તેમજ મહિલાઓ પર થતા અત્યાચારો ના નિવારણ બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું
આ કાર્યક્રમમાં મોટા નટવા ગામના મહિલા સરપંચ અને ગામની મહિલાઓ અને ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા