Mon. Dec 23rd, 2024

મોટી સફળતા / ATSએ ડ્રગ્સ ષડયંત્રનો માસ્ટર માઈન્ડ 12વર્ષ બાદ અલીદારની ધરપકડ કરી

ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવાના ષડયંત્રનો માસ્ટર માઈન્ડ મોહમ્મદ હુસેન ઉર્ફે હુસેન અલીદારને ગુજરાત ATS એ 12 વર્ષ બાદ ઝડપી લીધો. આરોપી ડ્રગ્સનું વેચાણ કરીને તેના નાણા દેશવિરોધી પ્રવૃતીઓમાં ઉપયોગ કરતો હોવાનો ખુલાસો થયો.


કાશ્મીરથી ATSએ આરોપી મોહમદ હુસેનની ધરપકડ કરી છે. ગુજરાતમા આરોપી ચરસ ઘુસાડવાના ષડયંત્રનો માસ્ટર માઈન્ડ છે. ઉનાવામા 2009મા 10 કિલો ચરસનો જથ્થો પકડેલો હતો, જેમા પકડાયેલા આરોપીની પુછપરછમા મોહમ્મદ હુસેનની સંડોવણી ખુલી હતી.


મોહમ્મદ હુસેને 108 કિલો ચરસ કાશ્મીરથી ગુજરાત મોકલ્યા. અગાઉ આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે કાશ્મીરનો મુખ્ય સૂત્રધાર મોહમ્મદ હુસેન ફરાર હતો. 12 વર્ષ બાદ ગુજરાત ATS એ તેને ઝડપી લીધો છે.

Related Post

Verified by MonsterInsights