Mon. Dec 23rd, 2024

યુવતીએ નિર્વસ્ત્ર થઈ હોટલના રૂમમાં ડાન્સ કર્યો અને રંગીલા રાજકોટની ઉંઘ ઉડી ગઈ!

રાજકોટના પોશ એરિયામાં આવેલી એક ખ્યાતનામ 5 સ્ટાર હોટલમાં એક યુવતી નિર્વસ્ર હાલતમાં ડાન્સ કરતી હોય એ પ્રકારનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો. આ વીડિયો આજે સવારથી શહેરમાં ભારે ચર્ચાનો મુદ્દો બન્યો છે. ત્યારે આ વાઇરલ વીડિયો મામલે રાજકોટ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હાલ તો વાઇરલ વીડિયો શહેરભરમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. હાલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ ઈમ્પીરિયલ પેલેસ પહોંચી ગઈ છે.

રાજકોટ શહેરનાં ટ્રાફિકથી ધમધમતા અને પોશ વિસ્તારમાં આવેલી એક હોટલનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. આ વીડિયોમાં એક યુવતી નગ્ન હાલતમાં ડાન્સ કરતી પણ સ્પષ્ટ જોઈ શકાય છે. વાઇરલ વીડિયો અંગે અનેક પ્રકારની જુદી જુદી ચર્ચાઓ ચાલી રહી છે, જેમાં કોઈ પાર્ટી હોવાનું તો કોઈ મોડેલ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ત્યારે સવાલ એ છે કે રાજકોટની હોટલમાં શું આ પ્રકારની અશ્લીલ હરકતો ચાલી રહી છે?

હોટલમાં યુવતી નિર્વસ્ર હાલતમાં ડાન્સ કરતી જોવા મળી.

આ કાંઇ થોડું મંદિર છે કે લોકો પૂજા કરેઃ હોટલ-મેનેજર​​​​​​
ઇમ્પીરિયલ પેલેસ હોટલના મેનેજર રાહુલ રાવે જણાવ્યું હતું કે હોટલમાં પોલીસે તપાસ શરૂ કરી છે. વીડિયો એડિટિંગ કરી કોઈએ સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો છે. હોટલમાં આવતા ગ્રાહક રૂમની અંદર શું કરે છે એ અમે થોડું જોવા જઇએ છીએ. આ કાંઈ થોડું મંદિર છે કે અહીં લોકો પૂજા કરે…પોલીસ-તપાસમાં જે આવશે એમાં અમે સહયોગ આપીશું.

Related Post

Verified by MonsterInsights