Sun. Dec 22nd, 2024

‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ ફૅમ સંસ્કારી નૈતિકની થઇ ધરપડક, જાણો શું છે સમગ્ર મામલો

ટીવીનો જાણીતો એક્ટર કરન મેહરાની મુંબઈ પોલીસે ધરપકડ કરી છે. તેની પર પત્ની નિશા રાવલે ડોમેસ્ટિક વાયોલન્સનો કેસ કર્યો છે. નિશાએ પોતાની ફરિયાદમાં કહ્યું હતું કે કરન મેહરાએ સોમવાર, 31 મેના રોજ પહેલાં તેની સાથે ઝઘડો કર્યો હતો અને પછી મારપીટ કરી હતી.

ત્યારબાદ નિશા રાવલે ગોરેગાવ પોલીસ સ્ટેશનમાં કેસ કર્યો હતો. નિશાએ પોતાની ફરિયાદમાં કહ્યું હતું કે કરને તેને એ હદે માર માર્યો કે તેને માથામાં ટાંકા લેવા પડ્યાં હતાં. ફરિયાદ બાદ પોલીસે કરન મેહરાની ધરપકડ કરી હતી. કરન મેહરા પર કલમ 336, 337, 332, 504, 506 હેઠળ કેસ કરવામાં આવ્યો છે. કરન મેહરા આખી રાત પોલીસ સ્ટેશનમાં રહ્યો હતો. ત્યારબાદ તેને જામીન પર છોડી મૂકવામાં આવ્યો હતો.

દીકરા કવિશ સાથે નિશા-કરન
દીકરા કવિશ સાથે નિશા-કરન

થોડાં દિવસ પહેલાં જ અણબનાવની ચર્ચા હતી
ઉલ્લેખનીય છે કે થોડાં સમય પહેલાં જ કરન તથા નિશાના લગ્નજીવનમાં તિરાડ પડી હોવાની ચર્ચા થતી હતી. જોકે, તે સમયે કરને આ તમામ સમાચારોને ખોટા ગણાવ્યા હતા. તેણે કહ્યું હતું કે કોરોના દરમિયાન તેની પત્ની નિશાએ તેનું પૂરું ધ્યાન રાખ્યું હતું.

વધુમાં તે પંજાબી પ્રોજેક્ટના શૂટિંગમાં વ્યસ્ત હતો. છેલ્લાં 15 દિવસ તેમના માટે તણાવભર્યા રહ્યાં હતાં. તે શૂટિંગ કરતો હતો અને આ દરમિયાન તેને શરીરમાં દુખાવો થયો હતો અને થાક લાગ્યો હતો. તેને લાગ્યું કે તેને કોરોના છે કરને આગળ કહ્યું હતું કે પછી તે મુંબઈ પરત ફર્યો અને ટેસ્ટ કરાવ્યો હતો. જોકે, પહેલાં રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો અને પછી પોઝિટિવ આવ્યો હતો. આ દરમિયાન તેની પત્નીએ ઘણી જ કાળજી લીધી હતી.

'યે રિશ્તા ક્યા કહલાતા હૈ'ના એક સીમાં કરન તથા હિના ખાન
‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ના એક સીમાં કરન તથા હિના ખાન

2012માં લગ્ન કર્યા
કરન તથા નિશાએ છ વર્ષના ડેટિંગ બાદ 2012માં લગ્ન કર્યાં હતાં. બંનેની મુલાકાટ ટીવી સિરિયલ ‘હંસતે હંસતે’ના સેટ પર થઈ હતી. બંને 2017માં દીકરાના પેરેન્ટ્સ બન્યા હતા. જ્યારે કરન મેહરા ‘બિગ બોસ’માં ગયો ત્યારે નિશા પ્રેગ્નન્ટ હતી.

કરને ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’માં નૈતિકની ભૂમિકા ભજવી હતી. આ સિરિયલમાં તેણે 7 વર્ષ સુધી કામ કર્યું હતું. તે નૈતિકના નામથી ઘેર-ઘેર લોકપ્રિય થયો હતો. નિશાએ ‘શાદી મુબારક’, ‘કેસર’, ‘મૈં લક્ષ્મી તેરે આંગન કી’માં કામ કર્યું છે. બંનેએ ‘નચ બલિયે’માં પણ ભાગ લીધો હતો.

Related Post

Verified by MonsterInsights