રાજકોટના ખંઢેરી ક્રિકેટ ગ્રાઉન્ડમાં આગામી 17 જૂનના ભારત-સાઉથ આફ્રિકા વચ્ચે ક્રિકેટ જંગ જામશે. રાજકોટના ક્રિકેટ રસિકોમાં ક્રિકેટ ફિવર જોવા મળી રહ્યો છે. આવતીકાલે 15 જૂનના વાયઝેગ થી સ્પેશ્યલ ચાર્ટર ફ્લાઈટમાં સાંજે 4 વાગ્યે બન્ને ટિમો રાજકોટ એરપોર્ટ પર પહોંચશે.
ખેલાડીઓનું રાજકોટમાં ઉષ્માભેર સ્વાગત કરવામાં આવશે. ભારતીય ટીમના ખેલાડીઓ માટે કાલાવડ રોડ પર સયાજી હોટલમાં સ્યુટ રૂમ બુક કરવામાં આવ્યા છે. એટલું જ નહીં કાઠિયાવાડી ભોજન અને ગાંઠિયા સહિતના નાસ્તાનો ચટકો ભારતીય ટીમના ખેલાડીઓ લેશે…
આવતીકાલે ભારતીય ક્રિકેટ ટીમ અને સાઉથ આફ્રિકાને ક્રિકેટ ટીમ રાજકોટ એરપોર્ટ પર પહોંચશે. ટીમ ઈન્ડિયા હોટેલ સયાજી અને ટીમ આફ્રિકા હોટેલ ફોર્ચ્યુનમાં ઉતારો આપવામાં આવ્યો છે.
હોટલો દ્વારા પણ ‘ખાસ’ તૈયારીઓ કરી લેવામાં આવી છે. જેમાં સ્ટાર ખેલાડીઓને ‘વેલકમ’ કરવા માટે હોટલ બહાર તેમજ મુખ્ય માર્ગો પર ક્રિકેટરોનાં પોસ્ટર પણ લગાવવામાં આવતા શહેરમાં અત્યારથી ક્રિકેટ ફીવર જોવા મળી રહ્યો છે.