રાજકોટના વેજાગામ પાસે આવેલ વાડીના કુવામાંથી એક યુવતિ બે યુવકની લાશ પડી હોવાની જાણ પોલીસને થતાં ગાંધીગ્રામ પોલીસ મથકનો સ્ટાફ તથા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી મૃતદેહોને કુવામાંથી બહાર કાઢવામાં આવ્યા હતાં અને ત્રણેયની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી છે.
દરમિયાન મૃતદેહોમાં બે જામનગર રોડ પરના માધાપરમાં રહેતા હોવાનું જયારે એક રેલનગરમાં રહેતો યુવાન હોવાનું જાણવા મળ્યું છે. ભરવાડ પરિવારના આ ત્રણેય સંતાનો ગઇકાલથી લાપતા હતાં દરમિયાન આજરોજ ભેદી સંજોગોમાં ત્રણેયના મૃતદેહ કુવામાંથી મળી આવ્યા છે ત્યારે ત્રણેય કયા કરાણોસર સામુહિક આપઘાત કર્યેા કે, બનાવ હત્યાનો છે સહિતની બાબતો અંગે પોલીસ તપાસ કરી રહી છે. સહિતની બાબતો મૃતક બન્ને યુવક અને યુવતિ એકજ પરિવારના હોવાનું અને સામૂહિક આપઘાત કર્યેા હોવાની આશંકા સેવાઇ રહી છે.
ત્રણેય મૃતદેહોને પોસ્ટમાર્ટમ માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. આપઘાતનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે. જાણવા મળતી વિગતો મુજબ આજરોજ વેજાગામ પાસે દિલ્હી પબ્લિક સ્કુલથી થોડે દુર આવેલા રસ્તા પર કુવામાંથી ત્રણ લાશ મળી આવી હતી જેની જાણ થતાં યુનિવર્સિટી પોલીસ મથકના સાજીદભાઇ હરપાલસિંહ તથા ફાયરબ્રિગેડનો સ્ટાફ તાકીદે અહીં દોડી ગયો હતો. ફાયર બ્રિગેડે અહીં પહોંચી કુવામાંથી એક યુવતિ અને બે યુવકના મૃતદેહો બહાર કાઢયા હતાં.
પોલીસે પ્રાથમિક તપાસ કરતા મૃતકોના નામ કવા કબાભાઇ બાંભવા (ઉ.વ.૧૬), કમિબેન હેમાભાઇ બાંભવા (ઉ.વ.૧૮, રહે બન્ને દ્રારકાધીશ પેટ્રોલપપં સામે માધાપર) અને ડાયા પરબત બાંભવા (ઉ.વ.૧૭, રહે.રેલનગર) હોવાનું માલુમ પડયું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વિગત સામે આવી હતી કે જે કુવામાંથી આ ત્રણેય મૃતદેહો મળી આવ્યા હતાં તે નંદલાલભાઇ પટેલની વાડી છે. ત્રણેય ગઇકાલ સાંજથી ઘરેથી લાપતા હતાં જેથી ત્રણેયના પરિવારજનો તેઓની શોધખોળ કરી રહ્યા હતાં. દરમિયાન આજરોજ અહીંથી ત્રણેયના મૃતદેહો મળી આવતા ભરવાડ પરિવાર આઘાતથી સ્તબ્ધ થઇ ગયો હતો.