BCCI

રાજ્યમાં સરકારી કર્મચારીઓ પોતાને સાહેબ સમજીને સામાન્ય નાગરીકોની સાથે બેદરકારી અને બેજવાબદારી પૂર્વકનું વર્તન કરે છે. ક્યારેક સરકારી કર્મચારીઓએ નાગરિક સાથે તોછડાઈ ભર્યું વર્તન કરીને વ્યક્તિ પર હાથ ઉઠાવ્યો હોવાના કિસ્સાઓ પણ સામે આવે છે. ત્યારે આવી જ એક ઘટના રાજકોટમાં સામે આવી છે. જયારે એક સિટી બસના ચાલક દ્વારા એક વૃદ્ધ વાહન ચાલકની સાથે મારામારી કરવામાં આવી હતી. વૃદ્ધની ઉંમરનું પણ માન રાખ્યા વગર સિટી બસના ચાલકે જાહેર રસ્તા પર જ વૃદ્ધ વ્યક્તિને તમાચા ચોળી દીધા હતા. આ ઘટનાના ફોટો અને વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ દ્વારા બસ ચાલકની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ છે.

રિપોર્ટ અનુસાર રાજકોટના માલવિયા ચોક વિસ્તારમાં સવારે 11 વાગ્યા આસપાસ એક બસ પસાર થઇ રહી હતી. તે સમયે એક વૃદ્ધ વાહન ચાલકને સિટી બસના ચાલકની સાથે ઝઘડો થયો હતો. વૃદ્ધ સાથે સિટી બસ ચાલકની બોલાચાલી થતી નજીકથી પસાર થતી અન્ય બસોના ચાલકે પણ બસ રસ્તા વચ્ચે ઉભી રાખી દીધી હતી. આ પ્રકારે રસ્તા પર એક સાથે ત્રણથી ચાર જેટલી સિટી બસ ઉભી રાખવામાં આવી હોવાના કારણે ટ્રાફિકજામ થઇ ગયો હતો. તે સમયે એક બસ ચાલકે રસ્તા પર રહેલા એક વૃદ્ધને તમાચાઓ મારવામાં આવ્યા હતા. રસ્તા પર ઉભા રહેલા અન્ય લોકોએ આ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવીને તેને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. વૃદ્ધ વાહન ચાલકને તમાચા મારનાર બસ ચાલકનું નામ વિજય કાપડી હોવાનું સામે આવ્યું છે.

જે સમયે બસ ચાલક વૃદ્ધ વ્યક્તિને માર મારતો હતો તે સમયે રાજકોટ એ ડીવીઝન પોલીસ સ્ટેશનના PI પોતાના વાહનથી પસાર થતા હતા. તેથી તેમને તાત્કાલિક પોતાના વાહનમાંથી નીચે ઉતરીને વૃદ્ધ વ્યક્તિને તમાચા મારનાર બસ ચાલકની અટકાયત કરી લીધી હતી અને તેની સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી હતી. બીજી તરફ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોમાં પણ બસ ચાલક વિજય કાપડી સામે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ ઘટના બાદ બસ ચાલક વિજય કાપડીએ પોતાની ભૂલની કબુલાત કરતા જણાવ્યું હતું કે મારાથી ભૂલ થઇ ગઈ. આ વાતનો મને અફસોસ છે. વૃદ્ધ બીજા બસવાળા સાથે લપ કરતા હતા. તે સમયે હું છૂટા પાડવા ગયો. તે સમયે તે વૃદ્ધ દાદા ગાળો આપવા લાગ્યા. એટલે હાથાપાઈ થઇ ગઈ. મેં બેફામ નથી માર્યા પણ બે-ચાર ફડાકા માર્યા છે.

આ ઘટનાની ગંભીરતા રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર અમિત અરોરાએ લીધી છે. તેમને કહ્યું કે, આ ઘટના બાબતે તપાસ કરવામાં આવશે. આ પહેલા પણ આવી ઘટના બની હતી તેમાં ડ્રાઈવરને છૂટા કરવામાં આવ્યા હતા અને સિટી બસનું સંચાલક જે એજન્સી દ્વારા કરવામાં આવે છે તેને કડકમાં કડક સુચના આપવામાં આવી છે.

By Shubham Agrawal

www.jantanews360.com આ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights