Sat. Dec 21st, 2024

રાજકોટ: મેંગો માર્કેટમાં અચાનક આગ લાગતાં અફરાતફરી મચી, લાખોનો સામાન બળીને ખાખ

રાજકોટની મેંગો માર્કેટમાં અચાનક આગ લાગતાં અફરાતફરી મચી ગઇ હતી. આગને કારણે વેપારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં ફાયર ફાઇટર દોડી ગયું હતું, જોકે આગ પર કાબૂ મેળવે એ પહેલાં લાખનો માલ બળીને ખાખ થઇ ગયો હતો. આગ લાગવા પાછળનું કારણ અકબંધ છે. આગ લાગતાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થઇ ગયા હતા. આગ માર્કેટમાં વધુ પ્રસરે એ પહેલાં કાબૂમાં આવી જતાં વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.

રાજકોટની મેંગો માર્કેટમાં મોટી સંખ્યામાં શહેરીજનો ફળ ખરીદવા આવે છે. ત્યારે આજે સવારે કોઇ કારણોસર આગ લાગતાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જોકે સદનસીબે આગ પર ફાયરબ્રિગેડે કાબૂ મેળવી લીધો હતો. આગ કાબૂમાં આવતાં મોટી દુર્ઘટના ટળી હતી. કેટલાક વેપારીઓનો સામાન બળીને ખાખ થયો હતો. ફાયરબ્રિગેડના જવાનોએ સતત પાણીનો મારો ચલાવતાં આગ કાબૂમાં આવી હતી.

Related Post

Verified by MonsterInsights