રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે શહેરના યાજ્ઞિક રોડ પર આવેલી ઈમ્પીરિયલ પેલેસ હોટલમાં દરોડા પાડ્યા હતા. ત્યારે હોટલના રૂમ નંબર 605માં 10 જેટલા લોકો જુગાર રમતા ઝડપાયા હતા. હોટલના છઠ્ઠા માળે રૂમ નંબર-605 રૂપિયા 15 હજાર આપીને બુક કરાવ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરોડા પાડીને 10 લાખ રૂપિયા રોકડા કબજે કર્યા છે. આ સાથે કારો અને 10 જેટલા મોબાઇલ ફોન જપ્ત કર્યા છે. નરેન્દ્રસિંહ જાડેજા મુખ્ય સંચાલક હોવાનું સામે આવ્યું છે.
રાજકોટ શહેરની સૌથી મોટી હોટલ ઈમ્પીરિયલ પેલેસ ફરી વિવાદોમાં આવી છે. આજે આ હોટલમાંથી જુગાર ધામ ઝડપાયું છે. પોલીસે અહીં દરોડા પાડીને રૂમ નંબર-605માં જુગાર રમતા 10 લોકો ઝડપાયા છે. ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મહત્વનું છે કે થોડા સમય પહેલા આ હોટલમાં નગ્ન ડાન્સનો એક વીડિયો વાયરલ થયો હતો.
ઝડપાયેલા આરોપીના નામ
1. નરેન્દ્રસિંહ જાડેજા
2. અરવિંદ ફળદુ
3. રાજુ મહેતા
4. કમલેશ પોપટ
5. ભરત દલસાણીયા
6. પ્રદિપ ચાવડા
7. મનીષ સોની
8. કરણ પરમાર
9.વિપુલ પટેલ
10. રસિક ભાલોડીયા