Mon. Dec 23rd, 2024

રાજ્યભરની શાળા-કોલેજોમાં આજથી રસીકરણનું મહાઅભિયાન શરુ

સમગ્ર રાજયમાં કોરોના ની બીજી લહેર ઘાતકી જોવા મળી હતી જેમાં લાખો લોકો કોરોનામાં મૃત્યુ પામ્યા હતા . સરકાર દ્વારા કેસોને નિયંત્રણમાં લાવવા અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે સમગ્ર રાજયમાં રસીકરણને વેગવંતુ બનવવામાં આવી રહ્યું છે . ત્યારે હવે તો સરકાર દ્વારા રસીકરણ કેન્દ્ર પર જ નોધણી વગર રસી લઇ શકશો.

સરકાર દ્વારા વધુ એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં આજ થી અને ખાનગી સ્કૂલોમાં રસીકરણ મહાઅભિયાનની શરૂઆત થશે.રાજ્યની ખાનગી અને સરકારી સ્કૂલોમાં 18 વર્ષથી મોટા અને પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓનું રસીકરણ કરાશે. સાથે જ શિક્ષકો, વાલીઓ અને સ્કૂલ સ્ટાફના રસીકરણની પ્રક્રિયા પણ હાથ ધરાશે.

આજથી સ્કૂલોમાં રસીકરણ મહાઅભિયાનનો સવારે 10 વાગ્યાથી પ્રારંભ થશે.અને સાંજે 5 વાગ્યા સુધી રસીકરણની કામગીરી કરાશે. મહત્વપૂર્ણ છે કે રસીકરણ માટે કોવિન એપ દ્વારા સ્થળ પર જ રજિસ્ટ્રેશન કરીને રસી આપવામાં આવશે. તો સ્કૂલોમાં રસીકરણ ઝૂંબેશ અંતર્ગત અમદાવાદની 67 જેટલી સરકારી અને ખાનગી સ્કૂલોમાં રસીકરણ અભિયાન હાથ ધરાશે.અને વિદ્યાર્થીઓ સહિત શૈક્ષણિક સ્ટાફને કોરોના કવચ પુરૂ પાડવામાં આવશે.મી સપ્ટેમ્બર સુધી શાળા-કોલેજોમાં રસીકરણ પૂર્ણ કરવાનો નિર્ધાર વ્યક્ત કરાયો છે.

નોંધનીય છે કે કોરોના મહામારીમાં સૌથી વધારે ચિંતા બાળકો અને કિશોરોની રહે છે. અને નિષ્ણાતોના મંતવ્યો પ્રમાણે ત્રીજી લહેર બાળકો અને કિશોરોને સૌથી વધારે અસર કરે તેવું અનુમાન છે. જેથી ત્રીજી લહેરની અગમચેતીરૂપે સરકાર દ્વારા સ્કુલોમાં રસીકરણ મહાભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેથી ત્રીજી લહેર સામે બાળકો અને કિશોરોને કોરોના સામે રક્ષણ આપવી પડશે.

Related Post

Verified by MonsterInsights