છેલ્લાં કેટલાંક સમયથી રાજ્યમાં પેટ્રોલ-ડીઝલને લઈને અફવાઓનું બજાર ગરમાયું છે. રાજ્યમાં પેટ્રોલ-ડીઝલ ખૂટ્યું હોવાની અફવાઓ વચ્ચે પેટ્રોલ-ડીઝલને લઇને સૌથી મહત્વના સમાચાર સામે આવ્યા છે. આણંદ જિલ્લાના 60 ટકા પંપો પર પેટ્રોલ-ડીઝલનો જથ્થો ન હોવાના બોર્ડ લાગ્યા છે. પેટ્રોલ-ડીઝલના અપૂરતા જથ્થાને લઈને અંદાજીત 30 લાખ વાહન ચાલકો પ્રભાવિત થયા છે.
અપૂરતા જથ્થાને લઈ પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો લાગી ગઇ છે. બીજી બાજુ અરવલ્લી જિલ્લામાં પણ ડીઝલની શોર્ટેજથી ખેડૂતો પરેશાન થઇ ગયા છે. જિલ્લાના 5 ટકા પંપો પર જ ડીઝલ હોવાથી પેટ્રોલ પંપ પર લોકોની લાંબી કતારો લાગેલી જોવા મળી રહી છે. વાવણીના સમયે જ ડીઝલ ખૂટતા ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
આપને જણાવી દઇએ કે, સરહદી જિલ્લામાં ડીઝલની સૌથી મોટી માંગ હોય છે. ખેતર ખેડવામાં ટ્રેક્ટર ચલાવવા ડીઝલની સૌથી વધારે જરૂર પડતી હોય છે. ડીઝલની શોર્ટેજ વચ્ચે અરવલ્લીમાં પેટ્રોલ પંપ પર ટ્રેક્ટરોની લાંબી લાઇન લાગી છે.