Tue. Dec 24th, 2024

રાજ્યમાં કોરોનાથી મોતના સરકારી આંકડા સામે AAP સોમનાથથી અંબાજી અને ઊંઝાથી દાંડી બે તબક્કામાં પ્રવાસ કરશે, હકીકત બહાર લાવશે

કોરોના કાળમાં ગુજરાત રાજયમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. સરકારે રજૂ આંકડા ખોટા હોવાનો આક્ષેપ કોંગ્રેસ કરી ચૂકી છે. ત્યારે હવે આમ આદમી પાર્ટીએ પણ સરકારના આંકડા ખોટા છે અને ખરેખર કોરોનાના કારણે કેટલા લોકોના મોત થયા છે તેનો સાચો આંકડો આમ આદમી પાર્ટી બહાર લાવશે. આમ આદમી પાર્ટી દ્વારા જન સંવેદના મુલાકાત કાર્યક્રમ શરૂ કરવામાં આવશે.

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કોરોનાના કારણે મૃત્યુ પામેલા લોકોના પરિવારની આમ આદમી પાર્ટીના નેતાઓ મળશે. ભાજપની નિષ્ઠુર સરકારે લોકોની અવગણના કરી છે. 28મી જૂનથી સોમનાથથી આ કાર્યક્રમની શરૂઆત કરવામા આવશે. પ્રદેશનું નેતૃત્વ દરેક જિલ્લામાં 2-2 દિવસ ફરશે.

પાર્ટીના આગેવાનો ઇસુદાન ગઢવી અને અન્ય નેતાઓ દરેક પરિવારને મળીને સાચા આંકડા પણ મેળવશે. ગુજરાતમાં જો આપની સરકાર બનશે તો આવા પરિવારને વધુ સહાય કરવામાં આવશે. કોરોનાથી મૃત્યુ પામનાર લોકોના ગામની માટીના કળશ એકઠા કરવામાં આવશે. રાજ્યમાં આપની સરકાર બનશે તો કળશ મૂકી ગાંધીનગરમાં એક સ્મારક બનાવાશે. જેના પાયામાં આ માટી નાંખવામાં આવશે. રસીકરણ માટે ગામે ગામ જન જાગૃતિ કરવામાં આવશે ઉપરાંત ઓક્સિજન કેન્દ્રોની તપાસ કરવામાં આવશે.

Related Post

Verified by MonsterInsights