Sun. Dec 22nd, 2024

રાજ્યમાં દિવાળીમાં ફટાકડા ફોડવાને લઈને સરકાર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું

રાજ્યમાં દિવાળીમાં ફટાકડા ફોડવાને લઈને ગુજરાત સરકાર દ્વારા આજે બપોરે જાહેરનામું બહાર પાડવામાં આવ્યા છે જેને અંતર્ગત રાત્રે 8 થી 10 વાગ્યા સુધી એટલે કે માત્ર બે કલાક જ ફટકાડા ફોડી શકાશે. સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે ફટાકડા ફોડવાને લઈને રાજ્ય સરકાર દ્વારા જાહેરનામું બહાર પાડી દેવામાં આવ્યું છે.

દિવાળી તેમજ અન્ય તહેવારમાં રાત્રે 8થી 10 તેમજ ક્રિસમસ અને નૂતન વર્ષના તહેવાર દરમિયાન રાત્રે અગિયાર વાગ્યાને પંચાવન મિનિટથી રાત્રે સાડા બાર વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે. ગૃહ વિભાગે જાહેર કરેલા જાહેરનામા પ્રમાણે સુપ્રિમ કોર્ટે માન્ય કરેલ તેમજ ગ્રીન ફટાકડા સિવાય અન્ય પ્રકારના ફટાકડાના ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધ મુકાયો છે.

  • રાજ્ય સરકારનું ફટાકડા અંગે જાહેરનામું…
  • રાત્રે 8 થી 10 વચ્ચે ફટાકડા ફોડી શકાશે…
  • નવા વર્ષે રાત્રે 11:55 થી 12:30 સુધી ફટાકડા ફોડી શકાશે…
  • ઓનલાઈન ફટાકડા વેચાણ પર પ્રતિબંધ…
  • પ્રદૂષણ વધુ ફેલાવતા ફટાકડા પર પ્રતિબંધ…
  • લાયસન્સ ધારક વેપારીઓ જ વેચાણ કરી શકશે ફટાકડા…
  • જાહેર સ્થળો પર ફટાકડા નહી ફોડી શકાય.

એટલું જ નહીં વધુ ઘોંઘાટ કરનાર અને પ્રદૂષણ ફેલાવનારા ફટાકડા ફોડી શકાશે નહીં. ફટાકડાનું વેચાણ માત્રને માત્ર લાયસન્સ ધારક સ્ટોર ધારક જ કરી શકશે. કાયમી કે હંગામી ધોરણે ફટાકડા લાયસન્સ ન મેળવનાર વેંડર, લારી ગલ્લા કે હંગામી ધોરણે શેડ બાંધી ફટાકડાનું વેચાણ કરનાર સામે કાર્યવાહીના આદેશ અપાયા છે. સાથે જ ઈ-કોમર્સ વેબસાઈટ પર ફટાકડાના ઓનલાઈન વેચાણ પર પ્રતિબંધ મુકાયો છે.

Related Post

Verified by MonsterInsights