કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ મોદી સરકારે તાજેતરમાં કરેલા કેબિનેટ વિસ્તરણ પર કટાક્ષ કર્યો છે. એક મીડિયા રિપોર્ટને ટેગ કરતા રાહુલ ગાંધીએ કહ્યુ કે, મંત્રીઓની સંખ્યામાં વધારો થયો છે પરંતુ રસી નહીં. ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીએ જે મીડિયા રિપોર્ટનો હવાલો આપ્યો છે તેમાં કહેવાયુ છે કે, હાલમાં ભારતમાં રોજ 34 લાખ ડોઝ અપાઈ રહ્યા છે, પરંતુ ભારતમાં રોજ 88 લાખ વેક્સીન ડોઝ આપવામાં આવે તો પણ ડિસેમ્બર સુધીમાં 60 ટકા વસતીનુ રસીકરણથી કોરોનાની ત્રીજી લહેરને રોકવામાં મદદ મળી શકે છે.
આ પહેલા કેન્દ્રમાં સ્વાસ્થ્ય મંત્રીના પદ પરથી કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ડો.હર્ષવર્ધનને હટાવવા પર પણ કટાક્ષ કરતા કહ્યુ હતુ કે, એનો મતલબ એ થયો કે, હવે દેશમાં રસીની ખોટ નહીં પડે.
જો કે, રાહુલ ગાંધી પર પલટવાર કરતા ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ કહ્યુ કે, તેઓ કારણ વગર ટીકા કરી રહ્યા છે. અને રાહુલ ગાંધી બીનજવાબદાર વર્તન કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે આ વિસ્તરણને હાલમાં ચાલી રહેલા કોરોનાના રસીકરણ સાથે રાહુલ ગાંધીએ જોડીને સરકારને ટોણો માર્યો છે.