Mon. Dec 23rd, 2024

લોકરક્ષક ભરતી માટેની અરજી સ્વીકારવાનું શરૂ,આવી રીતે ભરો ફોર્મ

રાજ્યમાં LRD ભરતીને લઇ મહત્વના સમાચાર આવી રહ્યા છે. લોકરક્ષકદળની ભરતીની રાહ જોતા યુવાનોની આતુરતાનો અંત આવ્યો છે. LRD ભરતી પ્રક્રિયા આજથી શરૂ કરી દેવામાં આવી છે. ભરતી માટે ઉમેદવાર OJAS વેબસાઇટ પર ફોર્મ ભરી શકશે.

ભરતી બોર્ડના અધ્યક્ષ IPS હસમુખ પટેલે આ અંગે માહિતી આપી છે. LRDની 10459 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે મહત્વનું છે કે આ પહેલા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા થોડા દિવસ અગાઉ પોલીસ ભરતીને જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે હવે ભરતીના અરજી માટે ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે આવનાર 100 દિવસમાં ભરતી પૂર્ણ થશે તેવી જાહેરાત પહેલાથી જ કરી દેવામાં આવી છે.

લોકરક્ષક ભરતી અંગેની વિગતવારની તમામ સુચનાઓ https://ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપર પણ અપલોડ કરવામાં આવી છે. આ તમામ સુચનાઓ કાળજીપૂર્વક વાંચી લાયકાત પરીપૂર્ણ કરતા અને ઇચ્છા ધરાવતા ઉમેદવારોએ તા.ર૩ ઓક્ટોબર, 2021 (બપોર 3 કલાકે થી તારીખ 9 નવેમ્બર, 2021 (રાત્રે 11.59 સુધી) દરમ્યાન https://ojas.gujarat.gov.in વેબસાઇટ પર જઇ “પોલીસ ભરતીની જાહેરાત” ના પેજ પર જઇ ઓનલાઇન અરજી કરવાની રહેશે.

ગુજરાત સરકારની પોલીસ અને LRDભરતી માટે મહત્વપૂર્ણ નિર્ણય લઇ રાજ્ય સરકારે પરીક્ષાર્થી વિધાર્થીઓની માંગને સ્વીકારી લેતા યુવા પરિક્ષાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે.રાજ્ય સરકારના વિભાગે પોલીસ અને LRDની સીધી ભરતી માં 15 અને 8 ગણાનો નિર્ણય બદલ્યો છે અને શારીરિક કસોટી પાસ કરતાં સીધી લેખિત પરીક્ષામાં ભાગ લેવાની તક મળશે

Related Post

Verified by MonsterInsights