વડોદરામાં ટ્રેનનાં ત્રણ ડબ્બામાં આગ લાગી હતી. મેમુ ટ્રનેના ત્રણ ડબ્બામાં લાગેવીલ વિકરાળ આગમાં કોઈ જાનહાની થઈ ન હતી. વડોદરા રેલવે યાર્ડમાં ઉભેલી મેમુ ટ્રેનનાં ત્રણ ડબ્બામાં આગ લાગી છે. આગ લાગવા પાછળનું કારણ હજી સામે આવ્યું નથી. જોકે, ફાયરવિભાગની ટીમે આગ પર કાબુ મેળવી લીધો છે. આ ટ્રેનને રાતે નવાયાર્ડ ખાતે મુકવામાં આવી હતી. જ્યારે તેમાં આગ લાગી ત્યારે તે બંધ હતી અને અંદર કોઇપણ વ્યક્તિ ન હતું. આ દુર્ઘટનામાં હજી જાનહાનીનાં કોઇ સમાચાર સામે આવ્યાં નથી. આગની જાણ થતા પોલીસના કાફલો તથા રેલવેનાં ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
નવા યાર્ડ ખાતે ટ્રેન મુકવામાં આવે છે ત્યાં તેનું યાર્ડ છે. ત્યાં અચાનક આ મેમુ ટ્રેનમાં સવારે છ વાગ્યાની આસપાસ આગ લાગી હતી. જેના કારણે ત્રણ ડબ્બાઓ આગમાં હોમાયા હતા. સદનસીબે આ ટ્રેન યાર્ડમાં બંધ હતી. જેના કારણે મોટી દૂર્ઘટના ટળી છે. આમાં હજી સુધી કોઇ જાનહાનીના સમાચાર સામે આવ્યાં નથી. આગની જાણ થતા વડોદરા રેલવે DRM, GRP, RPF સહિતના અધિકારીઓ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.આ દુર્ઘટનાની જાણ થતાં રેલ્વેનાં ઉચ્ચ અધિકારીઓ તથા પોલીસના કાફલા સાથે ફાયર વિભાગની ટીમ પહોંચી ગઇ હતી. ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લીધો છે. પોલીસનાં જણાવ્યાં પ્રમાણે ટ્રેનનાં બંધ ડબ્બામાં આગ કઇ રીતે લાગી તે જાણવા માટે એફએસએલની મદદ લેવામાં આવશે. હાલ આ આગ લાગવા પાછળનું કારણ અકબંધ છે.
આ આગ વહેલી સવારે છ વાગે લાગી હતી. ત્યારે ત્યાં હાજર લોકોએ પાણી છાંટીને આગ બુઝાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ આગ એટલી વિકરાળ હતી કે ફાયર વિભાગની જહેમત બાદ જ આગ પર કાબુ મેળવાયો હતો