અમદાવાદ:આ વર્ષે દશા માં અને ગણેશ ઉત્સવને લઈ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામાં પ્રાણે કોઈપણ વ્યક્તિ પ્રતિમાનું નદીમાં વિસર્જન કરી શકશે નહીં, લોકોએ પોતાના ઘરમાં જ વિસર્જન કરવાનું રહેશે. તેમજ સભા-સરઘસ યોજવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
આજથી 8 તારીખથી દશામાંનું વ્રત શરૂ થવા જઈ રહ્યું છે. આ દિવસે દશામાની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવે છે. આ વ્રત પૂર્ણ થા મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવે છે. છેલ્લા કેટલાક વર્ષોથી દશામાની મૂર્તિઓનું વિસર્જન સાબરમતી નદીના ઓવારા પર મ્યુનિ. કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલા કૃત્રિમ કુંડમાં કરવામાં આવે છે.
કોરોના મહામારીના કારણે આ વર્ષે વિસર્જન માટે કૃત્રિમ કુંડની કોઈ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે નહીં. તેમજ રાત્રિ કર્ફ્યુંનું પણ ચુસ્ત પણે લોકોએ પાલન કરવાનું રહેશે. લોકોએ દશામાની મૂર્તિનું ઘરમાં સ્થાપન કરી ઘરમાં જ વિસર્જન કરવાનું રહેશે. આ માટે કોઈ સરઘસ કે શોભાયાત્રા કાઢવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.