Mon. Dec 23rd, 2024

વરુણ ધવન અને કિયારા અડવાણીની ફિલ્મ ‘જુગ જુગ જિયો’ની શાનદાર ઓપનિંગ

‘જુગ જુગ જિયો’ ફિલ્મ આ શુક્રવારે રિલીઝ થઇ ગઈ છે. તેવામાં બોલીવુડ માટે સારા સમાચાર પણ છે. આ ફિલ્મને ક્રિટીક્સ અને ફેન્સ તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. આ ફિલ્મે પહેલાં જ દિવસે બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી છે. આ ફિલ્મે ઓપનિંગ ડે પર ભારતમાંથી જ 9 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે. આ સાથે જ 2022માં ઓપનિંગ ડે પર સૌથી વધુ કમાણી કરનારી આઠમી ફિલ્મ બની ગઈ છે.

આપને જણાવી દઈએ કે, તરણ આદર્શે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેયર કરીને આ અંગે જણાવ્યું કે, 105 કરોડના બજેટમાં બનેલી ફિલ્મ ‘જુગ જુગ જિયો’એ પહેલા દિવસે ભારતમાંથી 9.28 કરોડનું બોક્સ ઓફિસ કલેક્શન કર્યું છે. તરણને અપેક્ષા છે કે ફિલ્મ વીકએન્ડમાં બોક્સ ઓફિસ પર સારી કમાણી કરશે. ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મ વિશ્વભરમાં 4389 સ્ક્રીન્સ પર રિલીઝ કરવામાં આવી છે. ફિલ્મને ભારતમાં 3375 સ્ક્રીન્સ મળી છે. રિપોર્ટ અનુસાર, આ ફિલ્મ 2022માં શરૂઆતના દિવસે 9.28 કરોડની કમાણી સાથે 5મી સૌથી વધુ કમાણી કરનાર બોલિવૂડ ફિલ્મ પણ બની ગઈ છે.

Related Post

Verified by MonsterInsights