વલસાડમાં હાઈ-વેના પેટ્રોલપંપો પર કારમાં પેટ્રોલ ફૂલ કરાવીને પૈસા આપ્યા વગર ફરાર થઈ જતો નબીરો ઝડપાઈ ગયો છે. વલસાડની ભિલાડ પોલીસે પેટ્રોલ પંપોના સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને ઝડપી પાડ્યો છે.
ફણસામાં રહેતો આરોપી ધવલ જાડેજા મોટેભાગે અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈ-વે પર આવેલા પેટ્રોલપંપોને નિશાન બનાવતો હતો. આરોપીએ અગાઉ વલસાડ જિલ્લા અને મહારાષ્ટ્રના 7થી વધુ પેટ્રોલપંપો પર ગુના આચર્યા છે.
તમને જણાવી દઈએ કે સુખી અને સંપ્પન ઘરના આ નબીરાએ મફતમાં એટલે કે પૈસા આપ્યા વગર પેટ્રોલ પુરાવવાનો કીમિયો શોધી કાઢ્યો હતો. CCTV માં જોવા મળે છે તેમ તે પહેલા પેટ્રોલ પુરાવતો અને બાદમાં પોતાની કાર હાંકી મુકતો હતો.
ઘણા પેટ્રોલપંપ પર તેણે આ પ્રકારના ગુના આચાર્યા હોવનું સામે આવ્યું છે. મળેલી માહિતી અનુસાર આ યુવાનને ફરવાનો ખુબ શોખ છે અને તે પોતે એક સુખી ઘરમાંથી આવે છે. આમ છતાં તેણે પેટ્રોલ પુરાવીને ભાગી જવાનો ગુનો આચાર્યો. અને છેવટે તે હવે પોલીસના હાથ લાગ્યો છે.