Sun. Sep 8th, 2024

વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે અંબાજી ખાતે ભવ્ય બાઈક અને ફોર વ્હીલર રેલીનું આયોજન.

 

*અહેવાલ:- રિતિક સરગરા,અંબાજી*

બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકા ખાતે 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ઠેર-ઠેર કરવામાં આવી હતી વાત કરવામાં આવે તો 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી અનેક જગ્યાએ કરાતી હોય છે અને આ દિવસને આદિવાસી સમાજના ભાઈઓ અને બહેનો હર્ષોઉલ્લાસ સાથે ઉમંગભેર ઉજવતા હોય છે જ્યારે વાત કરવામાં આવે તે 9 ઓગસ્ટ સોમવારના રોજ બનાસકાંઠા જીલ્લાના દાતા તાલુકામાં ઠેર-ઠેર આદિવાસી બંધુઓ દ્વારા આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જ્યારે અંબાજી કુંભારીયા ગ્રામ પંચાયત ખાતે ૯ ઓગસ્ટના રોજ વૃક્ષારોપણ કરી અને બાઇક રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું અંબાજીના વિવિધ માર્ગો થી બેડા પાણી સેમ્બલ પાણી સહિત અમીરગઢ સુધી બાઈક અને ફોર વ્હીલર રેલીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આદિવાસી સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કોરોના ને લઈ અને તંત્ર દ્વારા અપાયેલ સૂચનોનું પણ કડક અમલ કરી અને આદીવાસી સમાજના ભાઈઓ દ્વારા આ રેલીમાં જોડાયા હતા ચોક્કસપણે વાત કરવામાં આવે કે આ દિવસે અનેક જગ્યાએ હર્ષોઉલ્લાસ અને ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી જ્યારે અંબાજી ખાતે પણ ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીની અંદર મોટી સંખ્યામાં આદિવાસી સમાજના ભાઈઓ જોડાયા હતા અને ડીજેના તાલે પારંપરિક રીતે નુત્ય કરી હર્ષોઉલ્લાસ સાથે આ દિવસની ઉજવણી પણ કરી હતી આ દિવસનો આદિવાસી સમાજના લોકોમાં એક અનેરો માહોલ જોવા મળતો હોય છે ત્યારે 9 ઓગસ્ટ સોમવારના રોજ આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેને લઇ અંબાજી ના વિવિધ માર્ગો અને અમીરગઢ સુધી ભવ્ય રેલી માં અનેક લોકો જોડાયા હતા રેલી પાછળનો ઉદ્દેશ્ય સશક્ત સમાજ એક સમાજ અને વિશ્વ આદિવાસી દિવસ ની મહત્વતા સમજે તેને લઈને આ રેલીનું આયોજન આજના દિવસે કરવામાં આવ્યું હતું..

Related Post

Verified by MonsterInsights