રાજ્ય સરકાર દ્વારા આજે વેક્સિનેશન, જમીન રિ-સર્વે, ગરીબ કલ્યાણ મેળા સહિતના મહત્વના મુદ્દાઓઓને લઇ માહિતી આપવામાં આવી. કોરોના વેક્સિનેશનને લઇ રાજ્ય સરકારના પ્રવક્તા જિતુ વાઘાણીએ કહ્યું કે, દેશમાં વેક્સિનેશન મામલે ગુજરાત મોખરે, રાજ્યમાં વેક્સિનેશન ઝડપથી થઇ રહ્યું છે. અને 154 દિવસમાં 5 કરોડ જેટલાં ડોઝ અપાયા છે. આરોગ્યકર્મીઓએ તમામ જગ્યાઓએ જઈ વેક્સિનેશન કર્યું છે. અને રાજ્યમાં રસીના 10 કરોડ ડોઝ એ મોટી સિદ્ધિ છે. હાલ રાજ્યમાં રોજના 3થી 4 લાખ ડોઝ અપાય છે.
ત્યારે જમીન રિ-સર્વે સહિતના મુદ્દાને લઇ મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું કે, જમીન રિ-સર્વેની કામગીરી પૂરજોશમાં કરાશે, રિ-સર્વ માટે પણ અલગથી ટેબ્લો બનાવાયા છે. લોકોના પ્રશ્નો ન ઉકેલાય ત્યાં સુધી પ્રક્રિયા ચાલુ રહેશે. ગરીબ કલ્યાણ મેળાને લઇ રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું કે, આગામી 24, 25, 26 ફેબ્રુઆરીએ ગરીબ કલ્યાણ મેળો યોજાશે, દાહોદ, મોરબી, અમરેલીમાં ગરીબ કલ્યાણ મેળાનું આયોજન થશે, જેમાં CM ભૂપેન્દ્ર પટેલ હાજરી આપશે.