મધ્ય પ્રદેશના નીમચમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક વ્યક્તિએ સરપંચની ચૂંટણી લડી અને હારી ગયો. હવે તેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે લોકોને વોટ ના આપવાની વાત કહેતા રૂપિયા વસૂલતો નજરે પડી રહ્યો છે. રીતસરની લિસ્ટ લઈને તે વસૂલી કરી રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ રૂપિયા તેણે ચૂંટણી પ્રચાર દરમિયાન વહેંચ્યા હતા. પોલીસે આ બાબતે કેસ નોંધી લીધો છે. રિપોર્ટ્સ મુજબ આ ઘટના નીમચ જિલ્લાના માનસા વિકાસખંડના દેવરાન ગામની છે.
Dolo-650 બનાવતી ફાર્મા કંપનીમાં આવકવેરા વિભાગે પાડયા દરોડા
નીમચ જિલ્લાની પંચાયતોમાં 8 જુલાઇના રોજ ચૂંટણી થઈ હતી. માનસા વિકાસખંડમાં પણ ઉમેદવારોએ દમખમથી ચૂંટણી લડી હતી. માનસાના દેવરાન ગામમાં રાજૂ દાયમા નામના વ્યક્તિએ સરપંચની ચૂંટણી લડી હતી, પરંતુ જીતી શક્યો નહોતો. હવે રાજૂ દાયમાના કેટલાક વીડિયો વાયરલ થઈ રહ્યા છે, જેમાં રાજૂ વોટ ન આપવાનું કહીને ગ્રામજનો પાસે પૈસાની ઉઘરાણી કરી રહ્યો છે. સાથે જ રાજૂ અને તેના સાથી ગ્રામજનોને ધમકાવતા પણ નજરે પડ્યા. ઈન્ટરનેટ પર વાયરલ વીડિયો મુજબ દેવરાનના હારેલા ઉમેદવાર રાજૂ દાયમાએ 250 વોટ માટે ગામમાં પૈસા વહેંચ્યા હતા, પરંતુ પરિણામ આવ્યા ત્યારે તેના બદલે માત્ર 9 વૉટ જ મળ્યા હતા.
ત્યારબાદ રાજૂ દાયમા વસૂલી પર નીકળી ગયા. આ દરમિયાન ઘણા ગ્રામજનોએ કહ્યું કે, વોટ તો તમને જ આપ્યા છે, પરંતુ રાજૂ દાયમા અને તેના સાથી એક ન સાંભળી અને તેમને વોર્ડની મતગણતરીની લિસ્ટ દેખાડતા પૈસા પાછા લેવામાં આવ્યા. એક કલાકમાં 4 લાખથી વધુની વસૂલીનો પણ દાવો કરવામાં આવ્યો. આ બાબતે કલેક્ટર મયંક અગ્રવાલનું કહેવું છે કે, સોશિયલ મીડિયા પર માનસા વિકાસખંડના દેવરાન ગામના કેટલાક વીડિયો વાયરલ થયા છે, જેમાં વોટ ન આપવાની વાત કહીને પૈસાઓની વસૂલી કરવામાં આવી રહી છે.
આ બાબતે ધ્યાન પર આવતા જ રામપુરા TIને તપાસના નિર્દેશ આપ્યા છે. તપાસ બાદ આ બાબતે આગળની કાર્યવાહી કરવામાં આવશે. રામપુરા પોલીસ સ્ટેશનના પ્રભારી ગજેન્દ્ર સિંહે જણાવ્યું કે, દેવરાન ગ્રામપંચાયતના કેટલાક વીડિયો વાયરલ થયા છે, તેમાં ગામનો રાજૂ દાયમા ગ્રામજનો પાસે વોટ ન આપવાની વાત કહીને પૈસાઓની વસૂલી કરી રહ્યો છે. ઉચ્ચ અધિકારીઓના નિર્દેશન અને માર્ગ દર્શનમાં આ બાબતે કેસ દાખલ કરીને તપાસ કરવામાં આવી રહી છે.