Thu. Jan 2nd, 2025

શકિતપીઠ અંબાજી કૃષ્ણ ભક્તિમાં રંગાયું, ગબ્બર ખાતે કૃષ્ણ મંદિરનો શણગાર કરાયો

શકિતપીઠ અંબાજી કૃષ્ણ ભક્તિમાં રંગાયું, ગબ્બર ખાતે કૃષ્ણ મંદિરનો શણગાર કરાયો શક્તિ,ભકિત અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે. અંબાજી અને દાંતા તાલુકામાં વિવિઘ મંદિરો આવેલા છે જેમાં કેટલાક કૃષ્ણ ભગવાન ના મંદિરો પણ આવેલાં છે.

આજે જન્માષ્ટમી પર્વને લઈને અંબાજીના રાધા કૃષ્ણ મંદિર ખાતે વહેલી સવારથી ભક્તો દર્શન કરવા આવ્યા હતા અને આ મંદિર પર વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. અંબાજી ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા રાધા કૃષ્ણ મંદિર ખાતે ભગવાનની પૂજા અર્ચના કર્યા બાદ આરતી કરવામાં આવી હતી અને ત્યારબાદ અંબાજી ના માર્ગો પર ભવ્ય શોભાયાત્રા નીકળી હતી.

આજે આખું માં અંબાનુ ધામ કૃષ્ણમય બની ગયું હતું. જગ્યા જગ્યા પર મટકી ફોડ કાર્યક્રમ યોજાયો હતો અને નંદ ઘેર આનંદ ભર્યો જય કનૈયા લાલકી ના નારા સાંભળવા મળ્યા હતા.અંબાજીના વિવિઘ મંદિરોમાં કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો હતો અને અંબાજીના વિવિઘ વિસ્તારોમાં પણ મટકી ફોડ કાર્યક્રમ યોજાયો હતો. અંદાજે 50 કરતા વધુ મટકી બાંધવામા આવી હતી. અંબાજી હાઇવે માર્ગ પર ભારે ટ્રાફીક જામ થતા પોલીસ દ્વારા ટ્રાફિક હટાવવામાં આવ્યો હતો .

Related Post

Verified by MonsterInsights