અમદાવાદ ના જાણીતા એજ્યુકેશનલ ઇન્સ્ટિટયૂટના શિક્ષકની હેવાનીયત સામે આવી છે. શિક્ષક કલાસરૂમમાં વિદ્યાર્થીનીને અભ્યાસના નહિ પણ પ્રેમના પાઠ ભણાવતો હતો. એક વિદ્યાર્થીનીને ભોળવીને 3 વર્ષ સુધી તેના પર દુષ્કર્મ ગુજાર્યું. જો કે વિદ્યાર્થીનીએ માતા-પિતાને સમગ્ર ઘટનાની જાણ કરતા આખરે શિક્ષકનો ભાંડો ફૂટ્યો અને વસ્ત્રાપુર પોલીસે તેની ધરપકડ કરી છે.
વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદ નોંધાઇ કે થલતેજ વિસ્તારમાં આવેલ એલન ઇન્સ્ટિટયૂટમાં મોટીવેશનલ સ્પીકર અને વિજ્ઞાનના શિક્ષક મયંક દીક્ષિતે એક વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચર્યું. જે ફરિયાદ મળતા પોલીસે કાર્યવાહી કરી અને મયંક દીક્ષિતને ઝડપી જેલ હવાલે કર્યો.
જે કેસમાં તપાસ કરતા સામે આવ્યું કે આરોપી ઇન્સ્ટીટયુટમાં આવતી ભોળી વિદ્યાર્થીનીને તેની કાલ્પનિક વાતોમાં ભોળવીને શારીરિક સંબંધ બાંધ્યા હતા. એકવાર વિદ્યાર્થીની સાથે શારીરિક સંબંધ બંધાઈ ગયા બાદ આરોપી મયંક દીક્ષિતે 3 વર્ષ સુધી ભોગ બનનાર વિદ્યાર્થીની પર અલગ અલગ જગ્યાએ લઈ જઈને દબાણ પૂર્વક દુષ્કર્મ આચર્યું હતું.
જો કે ત્યાં સુધી વિદ્યાર્થીની ચૂપ હતી. પરંતુ વિદ્યાર્થીની ના ઘરે જ્યારે લગ્ન માટે માંગા આવવા લાગ્યા ત્યારે આ હૈવાન શિક્ષક લગ્ન પછી પણ શારીરિક સંબંધ રાખવા માટે દબાણ અને બ્લેકમેઇલ કરતો હતો જેનાથી વિદ્યાર્થીની ડિપ્રેશનમાં રહેતી હતી અને આખરે કંટાળ્યા બાદ સમગ્ર મામલે વિદ્યાર્થીનીએ વાલીને જાણ કરતા સમગ્ર મામલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંઘાઈ અને હેવાન શિક્ષકની પોલીસે ધરપકડ કરી કાર્યવાહી કરી.
શુ હતી સમગ્ર ઘટના
એલન ઇન્સ્ટિટ્યૂટમાં 2015 થી એક વિદ્યાર્થી ને અભ્યાસ શરુ કર્યો. જે ઇન્સ્ટિટ્યૂટમાં વિદ્યાર્થીની જ્યારે કોઈ સવાલ નો જવાબ મેળવવા માટે હૈવાન શિક્ષક પાસે જતી ત્યારે તું ખૂબ સુંદર લાગે છે, મને ખુબ ગમે છે એવી ભ્રામક વાતો કરીને વિદ્યાર્થીનીને ભોળવતો હતો.
આમ તો આરોપી મયંકની ઉંમર 42 વર્ષ છે જ્યારે ભોગ બનનારી વિદ્યાર્થીની તેની દીકરીની ઉંમરની હતી તેમ છતાં પણ હૈવાન શિક્ષકે તેના ઘરે પર્સનલ ટ્યુશનના બહાને વિદ્યાર્થીનીને બોલાવીને 3 વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું હતું. એ દરમ્યાન જ્યારે પણ વિદ્યાર્થીની શારીરીક સંબંધ બાંધવાનું ના પાડતી ત્યારે આરોપી દ્વારા તેના ફોટોઝ વાઇરલ કરવાની ધમકી આપવામાં આવતી હતી.
જ્યારે વિદ્યાર્થીનીની સગાઈ બાબતે વાત શરૂ થઈ ત્યારે શિક્ષક અડચણ બનતા અને બદનામ કરવાની ધમકી આપતા આખોય મામલો વિદ્યાર્થીને વાલીને જણાવ્યો અને શિક્ષકનો ભાંડો ફૂટ્યો અને શિક્ષક સામે ફરિયાદ થતા પોલીસે તેને ઝડપી કાર્યવાહી કરી. જે શિક્ષક હાલમાં BYJU’S ઇન્સ્ટિટ્યૂટમાં શિક્ષક તરીકે ફરજ બજાવતો હોવાનું સામે આવ્યું.
પોલીસે આરોપી શિક્ષકની ધરપકડ કરીને મેડિકલ ટેસ્ટ કરીને ફરિયાદમાં થયેલા આક્ષેપ મુજબના સાયન્ટિફિક પુરાવા એકત્ર કરવા માટે તજવીજ હાથ ધરી છે. સાથે જ આરોપીએ અન્ય કોઈ વિદ્યાર્થીનીને તેની હૈવાનિયતનો શિકાર બનાવી છે કે કેમ તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે.(અહેવાલ: પંકજ જોષી કચ્છ)

- બજેટમાં સરકારે શેર માર્કેટમાં રોકાણ કરતાં લોકોને આપી ખાસ ભેટ
- બજેટ 2025: હવે 4 વર્ષ સુધી ભરી શકાશે અપડેટેડ IT રિટર્ન, એકથી વધુ મિલકત-સંપત્તિ ધરાવનારાને પણ મોટી રાહત
- BUDGET 2025ની ઘોષણા: નવી કર વ્યવસ્થા હેઠળ રૂ. 12 લાખ સુધી આવક પર કોઈ આવકવેરો ચૂકવવા પાત્ર નથી; TDS અને TCS પર મોટી જાહેરાતો
- અમદાવાદમાં વાહન ટોઈંગમાં પોલીસના વેશ નકલી ગેંગ ફરતી થઈ, કાર લોક કરી કરે છે ઓનલાઈન રોકડી
- દાહોદમાં મહિલા સાથે અમાનુષી અત્યાચાર,રાક્ષસવૃતિ લોકોએ આચર્યુ અધમ કૃત્ય,ચીરહરણ કરી આખા ગામમાં કર્યો ફજેતો