20 તારીખે મધરાતથી ડ્રાઇવર, કંડક્ટર સહિતના કર્મચારીઓ એક સાથે માસ સી.એલ. પર ઉતરી જશે. એક સાથે તમામ કર્મચારીઓએ અધિકારીઓને રજાના રેપોર્ટ સુપ્રત કર્યા છે. ફિક્સ પગારદાર કર્મચારીઓના પગાર વધારા અને એસ.ટી.ના તમામ કર્મચારીઓને કોરોના વોરિયર્સ જાહેર કરવાની માંગ સાથે હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે. દિવાળી પહેલા જ એસ.ટી.ના કર્મચારીઓ હડતાળ પર જશે. આગામી 21 તારીખથી એસ.ટીના કર્મચારીઓ હડતાળ પર જશે. એ.ટી.ના ત્રણેય યુનિયનના હોદેદારો દ્વારા સંકલન કરી માંગણીઓ સર્કસર સમક્ષ મુકવામાં આવી છે. રાજકોટના એસ.ટી. ડિવિજનમાં અનેક કર્મચારીઓએ માસ સી.એલ. મૂકી છે.
દિવાળીના તહેવારો પહેલા જ એસટીના કર્મચારીઓ હડતાલ પર ઉતરી જશે. દિવાળી સમયે જ સૌથી વધુ મધ્યમ વર્ગના લોકો એસ.ટી.માં મુસાફરી કરે છે. કાયમી કર્મચારીઓને વર્ગ 4 માં ગણે છે, જ્યારે એસ.ટી વિભાગે માહિતી આપી છે કે વર્ગ 3 મા આવે છે. જેના કારણે ગ્રેડ 1400 થી 1600 થી જ ગ્રેડ પે મળે છે..1900 ગ્રેડ પેની માગ છે. ફિક્સ પેના કર્મચારીઓને માત્ર 16000 અપવામાં આવે છે. 19950ની માગ છે.
જણાવી દઈએ કે, ગત મહિને પણ એસટી વિભાગના કર્મચારીઓએ ફિક્સ પગાર અને નાઈટ એલાઉન્સ સહિત વિવિધ માંગ સાથે સુત્રોચાર કરીને પ્રદર્શન કર્યું હતું. એસટી નિગમના સંગઠનોની માંગ છે કે, વર્ષ 2018 બાદ ભરતી થયેલા કંડક્ટર અને ડ્રાઈવરનો પગાર ગ્રેડ-પે સાતમા પગાર પંચ મુજબ ચૂકવવામાં આવે.
આ સિવાય 900થી વધુ વારસદારો, જેઓનું 2011 પહેલા નિધન થયું હોય, તેમને નોકરી આપવામાં આવે અને 2011 બાદ અવસાન પામેલા કર્મચારીઓના પરિવારને આર્થિક સહાય પૂરી પાડવાની માંગ કરવામાં આવી હતી. આ સાથે જ તમામ મહિલા કર્મચારીઓ માટે બસ સ્ટેશન પર રેસ્ટ રૂમ તૈયાર કરવાની માંગ હતી.