Fri. Nov 22nd, 2024

સાણંદના બે અલગ અલગ ગોડાઉનમાં DRIએ દરોડા પાડી 4 ટનથી વધુ લાલચંદન કબજે કર્યું

અમદાવાદ: સાણંદના બે અલગ અલગ ગોડાઉનમાં દરોડા પાડી DRIએ 4 ટનથી વધુ લાલચંદન કબજે કર્યું છે. મે મહિનામાં કચ્છના મુન્દ્રા પોર્ટ પરથી પકડાયેલા 14 ટન લાલચંદનના કેસની તપાસમાં DRIને સાણંદના ગોડાઉનમાં છુપાવેલા રક્ત ચંદનની માહિતી મળી હતી, જેના પગલે DRIની ટીમે સાણંદમાં દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહીમાં એક વ્યક્તિની ધરપકડ પણ થઇ છે.

DRIના અધિકારીનું કહેવું છે કે, સુરક્ષા એજન્સીઓને શંકા ના જાય તે માટે આરોપીઓ રક્ત ચંદનને થોડા થોડા પ્રમાણમાં અલગ અલગ રસ્તેથી લાવ્યા હતા અને કન્ટેનરમાં સંતાડ્યું હતું. આ રક્ત ચંદનની ચીનમાં માંગ વધી છે, શંકા છે કે દક્ષિણ ભારતમાંથી લાવાયેલું આ રક્ત ચંદન ચીન એક્સપોર્ટ કરવાનું હશે. આ રક્તચંદનનો જથ્થો ક્યાં મોકલવાનો હતો તેની પણ DRI દ્વારા તપાસ ચાલી રહી છે.

Related Post

Verified by MonsterInsights