સાબરકાંઠા : સાબરકાંઠાના હિંમતનગર મેડિકલ કોલેજના 30 વિદ્યાર્થીઓને એકસાથે ટાયફોઇડ થતા અફરાતફરી મચી ગઇ છે.અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પૈકી મેડિકલ કોલેજમાં 30 જેટલા વિદ્યાર્થીઓને ટાયફોઇડ થયો છે.
હાલ પ્રાથમિક અનુમાન કરવામાં આવી રહ્યું છે કે, અખાદ્ય ખોરાક ખાવાથી ટાયફોઇડ થયો હોય તેવું અનુમાન કરવામાં આવી રહ્યું છે એ 30 વિદ્યાર્થીઓમાંથી ત્યારે 20 વિદ્યાર્થીઓ હજુ સારવાર હેઠળ છે તો 10 વિદ્યાર્થીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.