Mon. Dec 23rd, 2024

સામંથા રુથ પ્રભુને ડિવોર્સ આપ્યા બાદ ચૈતન્ય ફરી એકવાર પ્રેમમાં પડ્યો

સાઉથ સુપરસ્ટાર નાગ ચૈતન્યે ગયા વર્ષે સામંથા રુથ પ્રભુને ડિવોર્સ આપ્યા હતા. હાલમાં જ એવી ચર્ચા થઈ રહી છે કે ચૈતન્ય ફરી એકવાર પ્રેમમાં પડ્યો છે. નાગ ચૈતન્ય ‘મેડ ઇન હેવન’ ફૅમ એક્ટ્રેસ શોભિતા ધુલિપાલા સાથે જોવા મળ્યો હતો. બંને ખાસ્સા સમય સુધી એકબીજાની કંપની એન્જોય કરી હતી.

નાગ ચૈતન્યે તાજેતરમાં જ હૈદરાબાદમાં નવી પ્રોપર્ટી ખરીદી છે. જોકે, અહીંયા હજી કામ ચાલે છે. ચૈતન્ય તથા શોભિતા આ જ નવા ઘરમાં સાથે જોવા મળ્યા હતા. ચૈતન્યે શોભિતાને આખું ઘર બતાવ્યું હતું. થોડાં કલાકો સાથે રહ્યા બાદ બંને કારમાં બેસીને નીકળી ગયા હતા.

આ ઉપરાંત બંનેને અનેકવાર હોટલમાં સાથે જોવા આવ્યા હતા. આ હોટલમાં શોભિતા ફિલ્મ ‘મેજર’ના પ્રમોશન માટે રોકાઈ હતી. શોભિતાએ હૈદરાબાદમાં જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. નાગ તથા શોભિતા સતત સાથે જોવા મળતા એવી અટકળો થવા લાગી કે બંને એકબીજાને ડેટ કરે છે.

Related Post

Verified by MonsterInsights