પંજાબના માનસા કોર્ટના સિદ્ધુ મૂસેવાલા મર્ડર કેસના માસ્ટરમાઈન્ડ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને 7 દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યો છે. આજે સવારે જ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને 4:00 વાગ્યે માનસા કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. પંજાબ પોલીસે સિદ્ધૂ મૂસેવાલા હત્યાકાંડમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને બુધવારે માનસા કોર્ટમાં મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટની સામે હાજર કરવામાં આવ્યો હતો.
દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે મંગળવારે પંજાબ પોલીસે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની ધરપકડ કરવાની અનુમતિ આપ્યા બાદ તેને પંજાબ લઈ જવામાં આવ્યો હતો. પંજાબ પોલીસની ટ્રાન્ઝિટ એપ્લિકેશનને પણ મંજૂરી આપવામાં આવી હતી.લોરેન્સ બિશ્નોઈ તરફથી હાજર રહેલા વકીલ વિશાલ ચોપરાએ પંજાબ પોલીસની અરજીનો વિરોધ કર્યો અને જણાવ્યું કે, તેની સુરક્ષાને જોખમ છે.
લોરેન્સ બિશ્નોઈના વકીલે કહ્યું કે, અમે વર્ચ્યુઅલ પૂછપરછ અને તપાસનો વિરોધ નથી કરી રહ્યા. તેમણે કહ્યું કે, અમે પંજાબને તેની ફિઝિકલ ટ્રાન્ઝિટ રિમાન્ડનો વિરોધ કરી રહ્યા છીએ. પંજાબ પોલીસ આવશ્યકતા પડવા પર તેની આ મામલે ધરપકડ કરી શકે છે પરંતુ દિલ્હીમાં જ. પંજાબના માનસા જિલ્લાના જવાહર ગામમાં 29 મેના રોજ સિદ્ધુ મૂસેવાલાની અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આ ઘટના પંજાબ પોલીસ દ્વારા 424 અન્ય લોકોની સુરક્ષા પાછી ખેંચી લીધાના એક દિવસ બાદ બની હતી.