Sun. Dec 22nd, 2024

સુખસરમાં દબાણો અંગે “તાલુકા વિકાસ અધિકારી” એ નગરમાં દબાણો દુર કરવા ગ્રામ પંચાયતને નોટીસ ફટકારી.

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સુખસર ગામમાં  તાલુકા વિકાસ અધિકારીશ્રી એ દબાણો દુર કરવા માટે  સુખસર ગ્રામ પંચાયત ને નોટીસ આપી.

સુખસરમાં છેલ્લા કેટલાંક સમયથી સરકારી જમીનો ધાર્મિક સ્થળો માટે ફાળવાયેલી જમીન ઉપર ગેરકાયેદસર કબ્જો જમાવી દીધો છે.

પૈસાદાર અને વગ ધરાવતા ઇસમો  રહેણાક મકાનના ખોટા પુરાવાઓ ભેગા કરી જિલ્લાના વહીવટી તંત્રને ગુમરાહ કરી રહ્યા છે. તાલુકા વિકાસ અધિકારીએ સુખસર ગ્રામ પંચાયતને તાત્કાલિક સરકારી જમીનો પરના દબાણો દુર કરી અહેવાલ રજૂ કરવા નોટીસ આપી હતી.

Related Post

Verified by MonsterInsights