દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાનાં સુખસર ગામમાં આજ રોજ જલારામ બાપની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી.
સુખસર ગામમાં દરજી સમાજ દ્વારા જલારામ બાપાની 222મી જન્મ જયંતીની ધામ ધુમથી ઉજ્જવણી કરવામાં આવી હતી જેમાં ગ્રામજનોએ પણ ભાગ લીધો હતો અને તેમાં મોટી સંખ્યામાં ભક્તો જોવા મળીયા હતા.
જલારામ બાપાની જન્મજયંતી નિમિતે ભક્તો ઉમટી પડ્યા અને સાથે કડી ખીચડી અને ગાઠિયા બુંદી નો પ્રસાદ લઈ આ અવસરમાં ભાગ લીધો હતો અને અને આ જલારામ જયંતી ની ઉજ્જવણી સારી આસ્થા અને ઉત્સાહથી આ લાભ લીધો હતો. અને આજના દિવસને વધુ સુંદર બનાવ્યુ હતું.