- દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સુખસર ગામમાં કાલના રોજ ધુળેટી નાં કાર્યક્રમને ધુમ ધામથી મનાવામાં આવ્યો હતો.
હોળીના પર્વને આપણે જેટલું મહત્વ આપીએ છીએ તેમ આપણા હિન્દુ તહેવારોમાં ધુળેટીનું બી ગણું મહત્વ છે દર વર્ષ ની જેમ ધુળેટીનાં પર્વનું મહત્વ ઓછું થતું જાય એમ લાગે છે તે માટે ગ્રામ જનોમાં મીટીંગ કરીને સાર્વજનિક રંગોત્સવ કરવામાં આવ્યું હતું જેમાં ડિ. જે ની સાથે નાચ ગાન કરતાં કરતાં નાના બાળકો થી લઇને ઉંમર લાયક વ્યક્તિઓ પણ આ પર્વને ઘણા ઉત્સાહથી મનાયો હતો જેમાં પોલીસ અને રાજકીય કર્મચારીઓ પણ હાજર રહ્યા હતાં.
આમ જો આપણા સમાજની દ્વષ્ટિએ નવું કઈ આયોજન થાય તો પાછળની પેઢીને પણ પ્રેરણા મળે જેથી સામુહિક રીતે એક બીજા સાથે બધા તહેવારોનો આનંદ લઇ શકે અને બધા જેબી તહેવારો માં રસ ઓછો થતો જાય છે તો તે માટે આવા કાર્યક્રમોથી બધામાં ઉત્સાહ જાગે.