દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સુખસર ગામમાં ગઇ કાલના રોજ દરવખત ની જેમ તારીખ ૦૬/૦૩/૨૦૨૩ નાં રવિવાર નાં રોજ સાંજે ૭.૩૦. નાં અરસામાં હોળીકા દહનનો પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો.
સુખસર પંથકે ગઈ કાલના રોજ હોળીકા દહનનું કાર્યક્રમ યોજાયો હતો તેમાં ગ્રામ જનોની ભારી માત્રામાં ભીડ ઉપસ્થિત હતી તેમાં દર વર્ષે ની જેમ ગ્રામ જનો પૂજા પાઠ કરીને રાત્રીના મુરહત પ્રમાણે હોળીકા દહનનું પ્રોગ્રામ યોજયો હતો.
જુના ધર્મ ગ્રંથોના માન્યતાનાં પ્રમાણે કેવામાં આવે છે કે અનીતિ પર નીતીનો વિજય થયો હતો એટલે કે હંકાર પર આજના રોજ વિજય થયો હતો સત્યની અને ભક્તિનો અને અધર્મ પર ધર્મનો વિજય થયો હતો ત્યારથી ચાલી આવેલી પરંપરા નાં પ્રમાણે હિન્દુ ધર્મ માં હોળીકા દહનનું કાર્યક્ર્મ યોજાય છે અને ભક્તો પણ આ હોળીના તહેવારનો આનંદ લે છે.