સુરેન્દ્રનગરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે શંકાસ્પદ ભેળસેળયુક્ત ખાદ્ય તેલ અંગે મહેતા માર્કેટમાં વ્યાપક દરોડા પાડ્યા હતા. જેમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતું ભેળસેળયુક્ત તેલનું ખુલ્લેઆમ વેચાણ થતું હોવાની ફરિયાદના આધારે આ દરોડા પાડવામાં આવ્યા હતા.
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે શહેરની મહેતા માર્કેટમાં આવેલા જિતેન્દ્રકુમાર લજપતરાય નામના હોલસેલ વેપારીને ત્યાં શંકાસ્પદ ખાદ્ય તેલનું ચેકીંગ કર્યું અને શંકાસ્પદ ખાદ્ય તેલના નમૂના લઇ તપાસ હાથ ધરી છે.