સુરેન્દ્રનગરના મેઘાણીબાગ પાસેના એક 10 વર્ષીય બાળક સ્વિમીંગ પુલમાં ડૂબી જવાથી મોત થઇ ગયું. નગરપાલિકા સંચાલિત સ્વિમીંગ પુલમાં આ બનાવ બનતાની સાથે જ પાલિકાના ફાયર વિબાગને જાણ કરવામાં આવી હતી.
સ્થાનિક તરવૈયાઓની મદદ લેવામાં આવી હતી. પરંતુ બાળકને બચાવી શકાયો ન હતો. જે બાદ બાળકના મૃતદેહને પીએમ અર્થ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. મૃતક બાળકનો પરિવાર ઘનશ્યામ નગરમાં રહે છે