Mon. Dec 23rd, 2024

સુશાંત સિંહ રાજપૂતની મોતના કેસમાં સલમાન ખાન, કરણ જોહર સહિત 8 ફિલ્મી હસ્તીઓને રાહત

બિહારના મુઝફ્ફરપુરની એક અદાલતે અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોતનુ ષડયંત્ર રચવાના આરોપમાં સલમાન ખાન સહિત 8 ફિલ્મી હસ્તીઓ સામેની ડઝનેક રિવિઝન સૂટ ફગાવી દીધી છે. વકીલ સુધીર ઓઝાએ અભિનેતા સલમાન ખાન, ફિલ્મકાર સંજય લીલા ભણશાળી, કરણ જોહર, એકતા કપૂર, આદિત્ય ચોપડા, ભૂષણ કુમાર, દિનેશ વિજયન અને સાજિદ નડિયાદવાલાને સુશાંત સિંહને મારવાના ષડયંત્ર રચવાના આરોપી ગણાવીને અરજી આપી હતી જેને ગુરુવારે મુઝફ્ફરપુર એડીજે પ્રથમ રાકેશ માલવીયએ ફગાવી દીધી.

એકતા કપૂરના વકીલે આપી માહિતી

સુધીર ઓઝાએ સીજેએમ કોર્ટના પરિવાદને ફગાવી દેવાયા બાદ પુનરીક્ષણ વાદ દાખલ કર્યુ હતુ જેને પણ કોર્ટે ફગાવી દીધુ. એકતા કપૂરના વકીલ પ્રિયરંજન ઉર્ફે અન્નુએ કહ્યુ કે પાયાવિહોણા આરોપોના આધારે પરિવાદ નોંધવામાં આવ્યો હતો જેને અદાલતે ફગાવી દીધુ. જો કે આમ પણ આ કેસ મુઝફ્ફરપુરના ક્ષેત્રાધિકારની બહારનો છે.

Related Post

Verified by MonsterInsights