35 વર્ષીય સોનાક્ષી સિંહા તથા 34 વર્ષના ઝહીર ઈકબાલ વચ્ચે અફેર હોવાની ચર્ચા છેલ્લાં ઘણાં સમયથી થતી હતી. સોનાક્ષીનો 2 જૂનના રોજ બર્થડે હતો. ઝહીરે સો.મીડિયામાં એક્ટ્રેસને જન્મદિવસની શુભેચ્છા પાઠવતો એક વીડિયો શૅર કર્યો હતો. આ વીડિયો શૅર કરીને ઝહીરે સોનાક્ષી સાથેના સંબંધો ઓફિશિયલ કર્યાં હતાં.
વીડિયોમાં સોનાક્ષી સિંહા તથા ઝહીર દેખાય છે. સોનાક્ષી નાસ્તો કરતી હોય છે. ઝહીરે કેપ્શનમાં કહ્યું હતું, ‘હેપ્પી બર્થડે સોન્ઝ, મને ના મારવા માટે થેંક્યૂ. આઇ લવ યુ. આગામી સમયમાં આ જ રીતે હસતા, ખાતા તથા ખુશીઓ મનાવતા રહીશું.’
ઝહીરની આ પોસ્ટ પર સોનાક્ષીએ પણ કમેન્ટ કરી હતી. સોનાક્ષીએ કહ્યું હતું, ‘થેંક્યૂ…લવ યુ… હવે હું તને મારવાની છું.’ ઝહીરની આ પોસ્ટ પર સેલેબ્સ તથા ચાહકોએ કમેન્ટ્સ કરી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સોનાક્ષી તથા ઝહીર આ વર્ષે લગ્ન કરે તેવી શક્યતા છે. જોકે, પરિવારે આ અંગે કોઈ વાત કરી નથી.