Sun. Dec 22nd, 2024

હવે બાળકોમાં ઓમિક્રોનની એન્ટ્રી….!!! અમદાવાદની બે મોટી સ્કૂલોમાં વિધાર્થીઓ કોરોના સંક્રમિત થયા…!!!

અમદાવાદની બે શાળાના વિધાર્થીઓ કોરોના સંક્રમિત થતા વાલીઓ ચિંતામાં પેઠા છે. શહેરની બે જાણીતી સ્કૂલ મહારાજા અગ્રસેન અને સત્વ વિકાસ શાળાના 1-1 વિદ્યાર્થી સંકમિત થયા છે. જેના કારણે તંત્ર અને શિક્ષણ અધિકારીમાં ભાગદોડ મચી ગઈ છે. શિક્ષણ અધિકારી દ્વારા બંને શાળાના સંબંધિત વર્ગ 10 દિવસ માટે બંધ રાખવાની સૂચના આપવામાં આવી છે. શહેરમાં અત્યાર સુધીમાં 6 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા છે.

અમદાવાદમાં ઓમિક્રોનનો વિસ્ફોટ થયો છે. અમદાવાદમાં એક સાથે ત્રણ મહિલા, એક પુરૂષ અને એક બાળકી ઓમિક્રોનથી સંક્રમિત મળ્યા છે. આ સાથે શહેરમાં ઓમિક્રોન સંક્રમિતોની સંખ્યા સાત થઈ ગઈ છે. જ્યારે ગુજરાતમાં ઓમિક્રોનથી સંક્રમિતોની સંખ્યા 19 થઈ ગઈ છે.

અમદાવાદમાં કોંગોથી આવેલી એક 32 વર્ષીય મહિલા અને એક 8 વર્ષની બાળકી ઓમિક્રોનથી સંક્રમિત થયા છે. તો દુબઈથી આવેલી એક મહિલામાં પણ ઓમિક્રોનથી પુષ્ટિ થઈ છે. જ્યારે એક 42 વર્ષીય પુરૂષ ટાન્ઝાનિયાથી આવ્યો હતો. તેનો ઓમિક્રોનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તો એક યુકેથી આવેલી 40 વર્ષીય મહિલા પણ ઓમિક્રોનથી સંક્રમિત મળી છે.

Related Post

Verified by MonsterInsights