મહાકાલેશ્વર જ્યોતિર્લિંગની ભસ્મ આરતીમાં હિન્દુ બનીને સામેલ થયેલા મુસ્લિમને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. કર્ણાટકનો મોહમ્મદ યૂનુસ મુલ્લા મુંબઈની રહેવાસી ગર્લફ્રેન્ડ ખુશ્બૂ યાદવ સાથે ઉજ્જૈન પહોંચ્યો હતો. તેની પાસે આધાર કાર્ડ અભિષેક દુબેના નામનો હતો. તેના દ્વારા તેણે મંદિરમાં એન્ટ્રી કરી. આરતીમાં રીત-રિવાજોનું પાલન સારી રીતે ન કરી શકવા પર મંદિરના કર્મચારીઓએ તેને પકડીને પૂછપરછ કરી. આધાર કાર્ડનો ફોટો ચહેરા સાથે ન મળ્યો. પોલીસે પૂછપરછ કર્યું તો જાણવા મળ્યું કે તેની પાસે મળેલો અભિષેક દુબે નામનો આધાર કાર્ડ કોઈ મિત્રનો છે.
પોલીસ તેની ગર્લફ્રેન્ડના પેરેન્ટ્સને ઉજ્જૈન બોલાવ્યા હતા. ખુશ્બૂએ પોતાને ફેશન ડિઝાઇનર બતાવી છે. તેનું કહેવું છે કે યુનિસ તેનો વર્કર છે. બુધવારે સવારની ભસ્મ આરતીમાં યૂનુસે અભિષેક દુબે નામથી બુકિંગ કરાવી હતી. ખુશ્બૂએ યુનુસને પોતાનો ભાઈ બતાવીને એન્ટ્રી અપાવી હતી. કર્મચારીઓના પૂછવા પર પણ યુવતી તેને પોતાનો ભાઈ બતાવતી રહી. જ્યારે યૂનુસનો અસલી આધાર કાર્ડ સામે આવ્યો તો હકીકત સામે આવી. પોલીસે આરોપી પર કલમ 420 હેઠળ કેસ દાખલ કર્યો છે.
ઉજ્જૈન પોલીસ મુંબઇમાં રહેતા ખુશ્બૂના પેરેન્ટ્સને બોલાવ્યા હતા. ગુરુવારે બપોરે ખુશ્બૂની માતા કારથી આવી અને દીકરીને લઈને મુંબઈ માટે રવાના થઈ ગઈ. CSP પલ્લવી શુક્લાએ જણાવ્યું કે પોલીસ નિયમાનુસાર ખુશ્બૂને તેની માતાને સોંપી દીધી. યૂનુસ, ખુશ્બૂ સાથે મહાકાલ મંદિર નજીકની હૉટલમાં રોકાયો હતો. ત્યાં તેણે પોતાનો અસલી આધારકાર્ડ દેખાડ્યો હતો અને ખુશ્બૂએ પોતાનો. હૉટલ કર્મચારીઓને લવ-જિહાદનો કેસ લાગ્યો તો પોલીસને જાણકારી આપી દીધી. ત્યારબાદ હોટલ મલિકે બંનેને પોતાને ત્યાં રૂમ આપવાની ના પાડી દીધી હતી. જોકે ત્યારે પોલીસ કોઈ કાર્યવાહી ન કરી.
યૂનુસ સૌથી આગળની લાઇનમાં બેઠો હતો પરંતુ તેની હરકતોથી કર્મચારીઓને શંકા ગઈ. તે હિન્દુ રીત-રિવાજોનું સારી રીતે પાલન કરી શકતો નહોતો. મંત્ર વાંચવામાં પણ અટકી રહ્યો હતો. ત્યારબાદ યુવકને રોકીને પૂછપરછ કરવામાં આવી. જ્યારે તેનો આધાર કાર્ડ સાથે મેળાપ કરવામાં આવ્યો તો ચહેરો ન મળી શક્યો. કડકાઈથી પૂછપરછ કરવામાં આવી તો યૂનુસે પોતાની ID દેખાડી. તેમાં યુવકનું નામ મોહમ્મદ યૂનુસ મુલ્લા, નિવાસી કર્ણાટક લખ્યું છે.
નકલી કેસ સામે આવતા જ કર્મચારીઓએ તાત્કાલિક જાણકારી મંદિરની પોલીસ સ્ટેશન અને અધિકારીઓને આપી દીધી. મંદિર સમિતિ પ્રશાસક ગણેશ કુમાર ધાકડે કહ્યું કે આ કેસ ફ્રોડનો છે એટલે પોલીસને સોંપી દીધો છે. પોલીસની પૂછપરછ બાદ જ સંપૂર્ણ બાબતે સામે આવશે. CSP પલ્લવી શુક્લાએ જણાવ્યું કે મંદિર સમિતિ પાસેથી જાણકારી મળ્યા બાદ યુવકની ધરપકડ કરી લેવામાં આવી છે. સંપૂર્ણ ઘટનાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.