Fri. Nov 22nd, 2024

હે મારા ગુજરાતના વહાલા યુવાનો હું તમને સલાહ નથી આપતો પણ તમારુ ધ્યાન દોરુ છુ…

અમીત પટેલ અમદાવાદ

હે મારા ગુજરાતના વહાલા યુવાનો હું તમને સલાહ નથી આપતો પણ તમારુ ધ્યાન દોરુ છુ…

 

   આપણા ગુજરાતના યુવાનો રસ્તો ભૂલ્યા હોય એવુ મને લાગે છે…

 

  હે મારા વહાલા યુવાનો , તમે જે રસ્તો પકડ્યો છે એ સાચો છે કે ખોટો એનું જરા આત્મચિંતન કરજો..

  આજે યુ.પી.એસ.સી. નું પરિણામ આવ્યુ.એમાં 1757 માંથી એકલા બિહારના 1123 છે , બાકીના 634 છે…

 

   આ યાદીમાં આપણા ગુજરાતનો એક પણ યુવાન છે ?

 

  યુ.પી.એસ.સી.ની પરીક્ષામા બિહારે ઇતિહાસ રચ્યો…

 

   આ 1757 માં એક પણ ગુજરાતી યુવાન છે ?

    બિહારના જે 1123 યુવાનો આઇ.એ.એસ. અધિકારી બન્યા એ સરકારી કચેરીઓમાં ઓફિસર તરીકે જોવા મળશે અને ગુજરાતના યુવાનો ક્યાં જોવા મળશે.

 

    નેતાઓની રેલીઓમાં અને સભાઓમાં જોવા મળશે….

 

    પાનના ગલ્લે ગલોફામાં માવો ચડાવી બાઇક પર લાંબા થઇ બીડીઓ ફુંકતા જોવા મળશે….

 

    ગર્લ ફ્રેન્ડ સાથે નવરાત્રીમાં દાંડીયા લેતા અને થર્ટી ફસ્ટના દિવસે આખી રાત નાચતા કૂદતા જોવા મળશે…

 

    ભાઇબંધ દોસ્તારો સાથે દીવ અને ગોવામાં મોજ કરતા જોવા મળશે.

   નાસ્તાની લારીએ , હોટલમાં કે ફાર્મમાં મિત્રો સાથે પોગ્રામ કરતા જોવા મળશે.

 

   બાપ બિચારો મહેનત મજુરી કરતો હશે અને બેટાઓ ???

 

 હજાર રૂપિયાના બુટ , હજાર રૂપિયાના ટીશર્ટ અને આંખે મોંઘા ચશ્મા પહેરી લટુડા – પટુડા પાડી હીરોના વહેમમાં ફરતા જોવા મળશે અને છોકરીઓ આગળ રોલો પાડતા જોવા મળશે…

 

   બાપના પૈસે મોજ કરનારા યુવાનો તમારા ભવિષ્ય માટે તમારો ગોલ શું છે ?

   તમે કોલેજ ભણવા જાવ છો કે બાપના પૈસે લહેર કરવા જાવ છો.

 

     તમે કોલેજ ભણવા જાવ છો તો દર વર્ષે કોલેજમાં એટીકેટી કેમ આવે છે ?

 

   તમારો કોઇ ચોક્કસ ગોલ શું છે ? રાજનેતાઓના રવાડે ચડી તમે તમારી કારકીર્દી બરબાદ કરી રહ્યા હોય એવુ તમને નથી લાગતુ ?

 

   રાજનેતાઓ તમારા જેવા યુવાનોના વખાણ કરે તો તમે ફુલીને દડો થઇ જાવ છો અને ઘરનું પેટ્રોલ બાળી નેતાઓની સભાઓમા અને રેલીઓમાં પહોંચી જાવ છો અને તાળીઓ પાડી નેતાઓની વાહ વાહ કરવા લાગો છો…

 

   નેતાઓ તો ચુટણી જીતી જશે પણ તમારા ભવિષ્યનું શું ?

   તમને નથી લાગતુ કે તમે ખોટા ટ્રેક પર ચડી ગયા છો….

   તમે જે રસ્તે જઇ રહ્યા છો એ રસ્તે આગળ ઉંડી ખાઇ છે…

 

     તમે ખોટા રસ્તે ચડી તમારી કારકીર્દી ખતમ કરી રહ્યા હોય એવુ તમને નથી લાગતુ ?

    હે મારા વહાલા યુવાનો થોડુ આત્મચિંતન કરો…

  બાપની કાળી મજુરીની કમાણીને પાણીની માફક બીન જરૂરી ખોટા ખર્ચી વેડફી ના નાખો…

 

   પહેલા મોજ શોખ નહી તમારી કારકીર્દી બનાવો.

   આજથી સંકલ્પ કરો કે હું પણ યુ.પી.એસ.સી.ની પરીક્ષા પાસ કરી આઇ.એ.એસ. ઓફીસર બની મારા માતા- પિતા અને ગુજરાતનું ગૌરવ વધારીશ….

 

   મોજ શોખ કરો પણ કારકીર્દીના ભોગે નહી..

   તમારો કોઇ ગોલ હોવો જોઇએ.. તમે મોટા થઇ શું બનવા માગો છો.. ડૉક્ટર , એન્જિનીયર કે મોટા ઓફિસર…

 

  પહેલા તમારો ગોલ નક્કી કરો. એ ગોલને સિધ્ધ કરવા સખત મહેનત કરો…

 

   તમે કેપેબલ છો પણ તમે તમારી શક્તિને ખોટા માર્ગે વેડફી બેકારીમાં તમારુ નામ નોંધાવી રહ્યા છો અને બાપના પૈસાનું પાણી કરી રહ્યા છો…

 

   આજથી સંકલ્પ કરી ખોટા ટ્રેક પરથી પાછા વળી સાચો ટ્રેક પકડો.. તો તમારી મંઝીલ દુર નથી…

 

 

Related Post

Verified by MonsterInsights