Thu. Dec 5th, 2024

17th May 2021: આજના રાશીફળ પ્રમાણે જાણો તમારા ભાગ્ય, સ્વાસ્થ્ય, ધન, પ્રેમ-વિવાહ, નોકરી વગેરેની ભવિષ્યવાણી

મેષ રાશીફળ

પોતાના શરીરનો થાક ઉતારવા માટે અને ઉર્જા સ્તરને વધારવા માટે તમારે પૂરા આરામની જરૂરત છે. નિરાશાવાદી બનવાથી બચો. ચાલાકીભરી આર્થિક યોજનાઓમાં ફસાવાથી બચો – રોકાણ કરવામાં સાવધાની રાખો. તમારા સિતારા આજે તમને અસાધારણ શક્તિ આપશે, જેથી એવા નિર્ણયો લો જે જરૂરી છે અને ભવિષ્યમાં તમને સારી દિશા આપી શકે.

વૃષભ રાશીફળ

આજનો દિવસ એવા કામ કરવા માટે શ્રેષ્ઠ છે, જે કરવાથી તમને ગમે. અનુમાન મુજબ રોકાણ નુકશાન અપાવી શકે છે. જેથી સલાહ સુચન અને સાવધાનીથી રોકાણ કરવું. સામુહિક આયોજનમાં કોઈ તમને મજાકનો વિષય બનાવી શકે છે, જેથી હોશિયારીનો ઉપયોગ કરો. બોલીને બગાડશો નહીં. આજે કાર્યસ્થળ પર બોસ વધારે કડક જોવા મળી શકે છે. આજે તમને જીવનસાથીનો ભરપૂર પ્રેમ મળી રહેશે.

મિથુન રાશીફળ

આજનો દિવસ ફાયદાકારક સાબિત થશે, અને જુની બીમારીમાં રાહત મળશે. જે ઉધારી માટે તમારી પાસે આવે, તેને નજર-અંદાજ કરવાનું સારૂ રહેશે. તમારી ભરપૂર ઉર્જા અને ઉત્સાહ સકારાત્મક પરિણામ લાવશે અને તણાવને દૂર રાખશે. આજે તમને કોઈ ખાસ મિત્ર મળી શકે છે. આજનો દિવસ ખુબ સક્રિય અને લોકોને મળવાનો રહેશે. લોકો તમારી સલાહ માંગી શકે છે, જે વગર વિચારે લોકો માની શકે છે. એવા લોકોથી દુર રહેવું જે તમારી પ્રતિષ્ઠાને હાની પહોંચાડવા માંગે છે.

કર્ક રાશીફળ

કોઈ સમારોહમાં તમે હીનતાનો શિકાર બની શકો છો. આ સમસ્યામાંથી બહાર આવવા સકારાત્મક વિચારોનો સહારો લેવો. આ સિવાય તમે આત્મવિશ્વાસ પાછો નહીં મેળવી શકો. તમારી મનોકામના દુઆઓ દ્વારા પૂરી થશે અને સૌભાગ્ય તમારી તરફ આવશે. આજના દિવસે કાર્યક્ષેત્રમાં વસ્તુઓ કામ સારૂ બનશે. જે લોકો તમને પસંદ નથી કરતા તેમને પણ હસીને બોલાવવા. જીવનસાથી હાલમાં થયેલી ખટપટને ભૂલાવી પોતાના સારા સ્વભાવનો પરિચય આપી શકે છે.

સિંહ રાશીફળ

આજે તમારી વ્યક્તિત્વ અત્તરની જેમ મહેકાશે, અને બધાને આકર્ષિત કરશે. ઝવેરાત અને એન્ટીક વસ્તુમાં રોકાણ ફાયદાકારક અને સમૃદ્ધિ લઈને આવશે. પારિવારીક તણાવને લઈ તમારી એકાગ્રતા ભંગ ન થવા દો. આજે તમે વધારાની જવાબદારી પોતાના માથે લઈ શકો છો, જે તમારા માટે વધારે આવક અને પ્રતિષ્ઠાનું સબક સાબિત થશે. એવી કોઈ જામકારી ઉજાગર ન કરવી જે ગોપનીય હોય.

કન્યા રાશીફળ

આઉટડોર ખેલ તમને આકરષિત કરશે. આર્થિક મામલામાં વધારે સાવધાની રાખવાની જરૂરત છે. સંબંધીઓ તમારા દુખમાં ભાગીદાર બનશે. તમારી પરેશાની વહેંચવામાં શરમ ના કરશો, તેનો રસ્તો મળી શકે છે. કોઈ એવા ઉદ્યોગમાં ના જોડાઓ જેના વધારે ભાગીદારો હોય. આજે ચિઠ્ઠી-પત્રીમાં સાવધાની રાખવી. જીવનસાથીનો સહયોગ સારો ન મળતા તમે નિરાશ થઈ શકો છો. તમારી કોમ્યુનિકેશન સ્કીલથી લોકો તમારી તરફ આકર્ષાઈ શકે છે.

તુલા રાશીફળ

લોકોની ટીકા કરવામાં સમય બરબાદ ન કરવો, તેની અસર તમારા સ્વાસ્થ્ય પર પણ પડી શકે છે. બોલતા સમયે અને નાણાકીય લેવડ-દેવડમાં સાવધાની રાખવી. બહારના લોકોના હસ્તક્ષેપના કારણે જીવનસાથી સાથે તણાવ પેદા થઈ શકે છે. તમારા રચનાત્મક કામના ખુબ વખાણ થઈ શકે છે. અને ફાયદાકારક સાબિત થઈ શકે છે. વધારે ખર્ચના કારણે પરિવારમાં ખટ-પટ થઈ શકે છે.

વૃશ્ચિક રાશીફળ

કોઈ સજ્જન પુરૂષની વાતો તમને સંતોષ આપશે. આજે તમે હરવા ફરવા પાચળ ખર્ચ કરવાના મૂડમાં રહેશો, પરંતુ આવું કર્યું તો પછતાવવું પડશે. પરિવાર પ્રત્યેની જવાબદારી તણાવ આપી શકે છે. કાર્યક્ષેત્રમાં તમે કોઈ ષડયંત્રનો શિકાર બની શકો છો. જીવનસાથી સાથે આજે તણાવ રહી શકે છે, મનને શાંત રાખો અને વિનમ્રતાથી કામ લેવું.

ધન રાશીફળ

અસહજતા તમારી માનસીક શાંતીમાં બાધા પેદા કરી શકે છે, પરંતુ કોઈ મિત્ર તમને મદદગાર સાબિત થશે. ખર્ચાઓમાં વધારો થશે, પરંતુ આવક સારી રહેતા સંતુલન જળવાઈ રહેશે. જુની વાતોને ભૂલી આવાનારા સારા સમય તરફ ધ્યાન આપો. તમારી કોશિશ ફળદાયી રહેશે. નવા ગ્રાહકો સાથે વાત કરવા માટે સારો દિવસ છે. જીવનસાથી સાથે રોમેન્ટીક દિવસ પસાર થશે.

મકર રાશીફળ

સ્વાસ્થ્ય હિસાબે ખુબ સારો દિવસ છે. તમે બીજા પર વધારે ખર્ચ કરી શકો છો. ઘર બદલવા માટે સારો દિવસ છે. કામકાજ દરમિયાન તણાવ તમારી માનસિક શાંતી ભંગ કરી શકે છે. મુશ્કેલીઓનો સામનો કરવાની ક્ષમતા તમને ખાસ ઓળખ અપાવશે. જીવનસાથી વધારે અપેક્ષાઓનો ભાર નાખી શકે છે, જો અપેક્ષા તમે પુરી નહીં કરો તો પરિણામ ભોગવવા તૈયાર રહેજો.

કુંભ રાશીફળ

ભલે તમે ઉત્સાહથી ભરપૂર હશો પરંતુ આજે તમે કોઈ એવી કમી મહેસુસ કરશો જે તમારી સાથે નથી. જોકે, ધન તમારી મુઠ્ઠીમાંથી સરળતાથી સરકી જશે, પરંતુ તમારા સિતારા તંગી નહીં આવવા દે. તમારી કલાત્મક અને રચનાત્મક ભમતા તમને ખુબ વખાણ અપાવશે. સાંભળેલી વાત પર આંખો બંધ કરી વિશ્વાસ ન કરો, સચ્ચાઈ જાણો. જીવનસાથીનો સાથ સહકાર ખુબ સારો મળશે.

મીન રાશીફળ

તમારી ઊંચી બૌદ્ધિક ક્ષમતા તમારી નબળાઈઓને લડવામાં સહાયતા કરશે. સકારાત્મક વિચારોથી મુશ્કેલીમાંથી બહાર આવી જવાશે. એવા રોકાણ-યોજનાઓ જે તમને આકર્ષિત કરી રહી છે, તેના વિશે ઊંડાણપૂર્વક જાણવાની કોશિસ કરો, વધારે સારૂ એ રહેશે કે વિશેષજ્ઞની સલાહ લેવી. વદારે મિત્રતા દર્શાવતા અજાણ્યા વ્યક્તિથી દુરી બનાવી રાખો. આજે તમે જે નવી જાણકારી મેળવી છે પ્રતિસ્પર્ધીઓ સામે જીત અપાવશે. જીવનસાથીનો ભરપૂર પ્રેમ પ્રાપ્ત થઈ શકે છે.

Related Post

Verified by MonsterInsights