Sat. Dec 21st, 2024

2 વર્ષ પછી ગરબા રમશે ગુજરાત, સરકારે નવરાત્રી માટે મહત્વની ગાઈડલાઈન્સ બહાર પાડી

ગુજરાત સરકારે ફરી આ વર્ષે ગરબા રમવા માંગતા ખેલૈયાઓને ૪૦૦ લોકોની મર્યાદામાં રહીને તેઓ ગરબા રમી શકશે પરંતુ તેમની યોગ્ય ગાઈડ લાઈનનું પાલન થવું જોઈએ એવી ભલામણ કરી છે.તેમને વધુમાંએ પણ જણાવ્યું હતું કે હજી પણ નવરાત્રી સમયે અમુક ગાઈડલાઈનમાં સુધારા વધારા થવાની શકયતાઓ રહેલી છે.

તેમને આગામી ગણેશ ઉત્સવ આવતો હોવાથી તેમાં પણ ફક્તને ફક્ત ૧૫ લોકોની જ મંજુરી આપી છે . આ વર્ષે રાજ્ય સરકારે આવતા તમામ ધાર્મિક , સામાજિક, તથા રાજકીય કાર્યક્રમોને આખરે અમુક શરતો અને અમુક ચોક્કસ ગાઈડલાઈનને આધારે મંજુરી આપી છે.આ આપેલી તમામ મંજુરી માં રાજ્ય સરકાર ઈચ્છે ત્યારે તેમાં ખાસ ફેરફાર પણ કરી શકે છે.તથા તેમને વધુમાં જણાવ્યું હતું કે આગામી આવતો ભાદરવી પુનમનો મેળોએ દિવસે ફક્તને ફક્ત દર્શન જ કરી શકાશે પરંતુ મેળો નહિ યોજાય તથા વધુ લોકોને એકઠા પણ નહિ થવાનું સરકારએ ખાસ સુચન કર્યું છે .

તેમણે ગાયકપાર્ટી , બેન્જાપાર્ટી , ઢોલક , બેઠો સત્સંગ , ડીજે પોગ્રામ વગેરેને મંજુરી આપી દીધી છે . આગામી થોડા જ સમયમાં આવતા તહેવારો જેવા કે ગણેશ ઉત્સવ અમે નવરાત્રી તેમાં બુધવારે મળેલી કેબિનેટની બેઠકમાં ખાસ એવો નિર્ણય લેવાયો છે છેલા બે વર્ષથી નવરાત્રી તેમજ ધાર્મિક ઉત્સવો માં લોકો ને ખાસ છુંટ નથી આપી તો આ વખતે રાજ્ય સરકારે અમુક ખાસ મર્યાદામાં લોકોને ગરબા રમવા માટે છૂટ આપશે . તમને જણાવ્યું હતું કે બંધ હોલ માં હોય તો ૫૦ ટકા અથવા તો ફક્ત ૪૦૦ લોકોની છૂટ હોવી જોઈએ . તથા ગણેશ ઉત્સવ માં તો ફક્ત ૧૫ લોકો ને જ છુટ અપાય તેમાં પણ આયોજકો સાથે .

વધુમાં તેમને શેરી ગરબા હોય , તથા કોમર્શીયલ ગરબાના આયોજકો ને પણ મંજુરી આપશે તેવું પણ જણાવ્યું હતું . આ ઉપરાંત જ્યાં માતાજીની પૂજા , આરતી , કીર્તન , ધૂન , બેઠક ગવાતા ગરબા , અને સત્સંગ મંડળી , માતાજીના જાગરણ , ભવાઈ મંડળી , તથા પ્રસાદ વિતરણ માટે ની પણ મંજુરી આપી દીધી છે . તેમણે આગામી આવતા ગહેશ ઉત્સવ માં સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજી શકાશે .

તેમણે સ્કુલોમાં પણ ૧ થી લઈને ૫ ધોરણના વર્ગો ચાલુ કરવાની હજુ મંજુરી આપી નથી . તેમને વધુમાં જણાવ્યું હતું કે આગામી આવતો નવેમ્બર માંસમાં જો કોરોનાના કેસ નિયંત્રણમાં માં રહેશે તો તેમણે ડીસેમ્બર મહિનામાં આ વર્ગો ને ઓફલાઈન મોડ માં વર્ગો શરુ કરી શકાશે તેવું જણાવ્યું હતું . તથા તેમને વધુમાં એ પણ જણાવ્યું હતું કે હજુ નવરાત્રીને આવવાની થોડા દિવસોની વાર છે ત્યાં સરકાર તેના પહેલા પણ એક જરૂરી ગાઈડ લાઈન બહાર પડશે તેવી સંભાવના છે .

Related Post

Verified by MonsterInsights